SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ દશમું ૨૧૭ મોટા સુથારવાડાનું ચકલું – સુથારવાડો સમગ્ર ભવ્ય છે. આ સ્થળે પહેલાં રાજશાહી જેવા દેખાવો હતા, તે વૈશ્ય સુથાર તથા બ્રહ્મભટ્ટ કુટુંબની ભવ્યતા બતાવે છે. શ્રી અંબાજી માતાનું મંદિર જુના માધુપુરામાં આશરે એકસો પચીસ વર્ષ જેટલું પ્રાચીન છે. કપડવણજના શ્રીનરામ ભટ્ટ જાતે વળાદરા બ્રાહ્મણ, ચંડીના ઉપાસક અને પરમભક્ત હતા. તેઓ કપડવણજમાં અંતિસરીયા દરવાજે ઘીને ધધ કરતા, માની કૃપાથી ધંધે સારે ચાલતો હતો. પિતાના ઉદાર સ્વભાવે તેમને દરબારનું ઉપનામ આપવામાં આવ્યું હતું. વાતમાં કહ્યું છે ને કે “સમય સમય બલવાન, નહિં પુરૂષ બલવાન? કાબે અર્જુન લૂટીઓ, એહી ધનુષ્ય એહી બાને આર્થિક સ્થિતિ બદલાઈ, ઘઉં પાયા-ઉપર થઈ ગયે પણ પિતાનો સ્વભાવ જરા પણ ચલિત ન થયે, માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી, આશરે સંવત ૧૯૧૯માં એક કલાકાર માતાજીની બે મૂર્તિઓ લઈને આવ્યું. ગામમાં બતાવી પણ કદર ન થઈ. દરબાર લેશે એમ વેંગમાં કહ્યું. કલાકારે દરબારને વિનંતી કરી, દરબારે પોતાની પાસે રહેલી પિતાની મુંડી સમાન ૧૭ મણ શુદ્ધ ઘીના બદલામાં લીધી. આ વાત ઉપર ઘેરથી પણ તિરસ્કાર પામ્યા, માતાજી દ્વારા સ્વપ્નમાં કહ્યા પ્રમાણે, તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યાં, ત્યાં જૈન દહેરાસર આગળ સ્થાપવાનો વિચાર કર્યો, જ્યાં બીજા ધર્મવાળા પાસેથી માર પણ ખાધે, છતાં શ્રદ્ધા ખુટી નહીં, ત્યાં એક બહેન ઘુણતાં ધૂણતાં આવ્યાં અને માતાજીની સ્થાપના જુના માધુપુરામાં કરવામાં જણાવ્યું, તેમના કહેવા પ્રમાણે તેમની સ્થાપના થઈ. આજે પણ માતાજીની આરતી પછી ભગત નરભેરામ દરબારની જય બોલાય છે. - રાવળ પળ :- અત્યારે આ શ્રીહરીશપળ તરીકે ઓળખાય છે. જ્યારે સામેવાળી પિળ બીજા એક નામે ઓળખાય છે. રામજી મંદિરથી ડાબા હાથે જતાં પાવર હાઉસવાળે (સરદારબાગવાળો રસ્તો છે, અને બીજો જમણી બાજુ જવાને રસ્તો – એ દેસાઈવાડા તરફ જવાનો રસ્તો છે. ડાબી બાજુ બધા નાના ખાંચા છે. જ્યારે જમણી બાજુ - કુવા-ફળિયું – એક નાનકડે કુવો છે, તેથી તેને કુવા ફળિયું કહેવાય છે. વાળંદવાડો – આ સ્થળે પહેલાં હિંદુ નાઈ કામના કેટલાક ઘરે હતાં. હાલ ત્યાં બે ચાર ઘરો છે, બાકી વણિકોની વસ્તી છે. શ્રીમાળી વાડે – શ્રીમાળી વણિકની સારી એવી વસ્તી હોવાથી તે આ નામથી ઓળખાય છે. આ પોળમાં અમીચંદ ઝવેરભાઈ પરીખનું રહેઠાણ હતું. તેઓ આપણા નગરશેઠના મેટા મુનિએમાંના એક હતા. પાછળથી શેઠ અમીચંદ ઝવેરની પેઢી પણ હતી. આપણું સેવાસંઘના તથા ગામના સેવકેમાંના એક શ્રીચન્દ્રકાંત તથા પ્રિયકાંત ઓછલાલ પરીખના વારસદારો છે,
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy