SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ કપડવણજની ગૌરવગાથા માટે નાગરવાડે –અહીં મુખ્યત્વે વીસનગરા નાગની વસ્તી છે. આ પિળમાં એક કૂવે તેમજ શ્રી વાઘેશ્વરી માતાનું ધામ છે. આશરે બસો વર્ષ પહેલાં નાગરગૃહસ્થ શ્રી વજેરામ કાશીરામના શુભ હસ્તે શ્રીહાટકેશવર મહાદેવની સ્થાપના કરવામાં આવેલી. આ વિભાગમાં નાગર કેમની સ્વતંત્ર ધર્મશાળા છે. ઇતિહાસમાં જ્યારે આપણે નજર કરીએ છીએ ત્યારે રાજકીય કે સામાજિક ક્ષેત્રે નાગર ગૃહસ્થ મહત્ત્વના સ્થાન પર હોય છે. નાગર કેમના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ છે. જેઓ પ્રચલિત શૈવ ધર્મના હોવા છતાં નિરાળા છે. | સામાજિક જીવનમાં એક જ કેમ છે કે જેઓ અનાદિકાળથી એક પત્નિ હયાત હેય ત્યાં સુધી (સ્ત્રી ગાંડી, માંદી કે પુરોષણાની લાલચે પણ) બીજી પત્ની કરવાની છૂટ નથી આ વિદ્વાન અને મુત્સદ્દી જ્ઞાતિના સમાજજીવનને ઘરવહીવટીતંત્રને ભાર સદા સ્ત્રી જ સંભાળે છે. નાગર કેમનાં લગ્ન વખતે એક સુંદર પ્રથા એ કે ઉપહામણીનું વાચન (વર કન્યાના પક્ષના વંશનું દસ્તાવેજી વાચન) થાય છે. આપણા ગામના મોટા ભાગના નાગરિકનાં જીવનઘડતર, જ્ઞાન આપનાર ગામઠી શાળાઓના ગુરુજને નાગરગૃહસ્થો જ હતા. ઈદેરના બાવલા ખૂન કેસને પકડવામાં મુખ્ય ભાગ અહીંના જ વતની રેવાશંકર જોશીનું નામ છે, તેમના જ સુપુત્રો આ ગામમાં પ્રથમ હતા. સર્જન થનાર છે. શ્રીઈન્દ્રવદન છે. આ કેસમાં શ્રી વિષ્ણુપ્રસાદ મગનલાલ પંડયા જાણીતા બાળકવિ છે. મોટા નાગરવાડાની ડાબી બાજુ જટવાડાથી છૂટા પડી મીઠાતલાવના દરવાજે જવાને માર્ગ છે. આ બાજુ વીજળીઘર, સરદારબાગ, (જુનું મહાવીર ટોકિઝ, વીથિયેટર) હાલમાં શ્રીસંત પુનિતસંકિર્તન ભુવન તથા રાઈસમિલ વગેરે છે. (હાલમાં દરવાજે તેડી નાખેલે હોઈ સળંગ જતાં નડિયાદની સડક સાથે આ માર્ગ જોડાય છે.) જમણીબાજુ –એક માર્ગ મોટા કુંભારવાડાને છે. તેમજ બીજો ભાગ ઝાંપલી પિળ પાસેથી નાઈઓની મસ્જિદ તરફ જતાં નાની નાળ (નાળિયું) નદી દરવાજાના રસ્તે જોડાય છે. જ્યારે ઝાંપલી પિળ પાસેથી પૂર્વ તરફ સીધે રસ્તે શ્રીમાળીની ધર્મશાળાથી સીધે ભદ્રકાળી માતા તથા શ્રી નારણદેવવાળા ચેકમાં મળે છે. નાગરવાડામાંથી કુંભારવાડાના માર્ગો: વહેરી માતાનું ફળિયું ઃ આ ફળિયામાં વહેરી માતાનું સ્થાનક હેવાથી આ ફળીયુ એ નામથી ઓળખાય છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy