________________
૨૦૨
કપડવણજની ગૌરવગાથા
સદાને માટે નાશ કર્યો. આ પૂતળાના નામે પથ્થરની લડાઈ જામતી, જો કે આ યુદ્ધમાં ખેલદિલી હતી.
| દિવાળીના દિવસેમાં લાંબી શેરીમાં તથા કાપડબજારથી ગાંધીચોક સુધીના રસ્તા પર રાત્રે કઠીઓની લડાઈ થતી. (દારૂખાનાની નાની–અધેળ નવટાંક તથા પાસેર વજનની દારૂની કેડીઓ સળગાવી સામસામી ફેંકવામાં આવતી.) અને નૂતન વર્ષની સાંજે અંતીસરિયા દરવાજા બહાર કઆના કબ્રસ્તાનથી સીંગરવાવ સુધીના રાજમાર્ગ પર હારની મેદનીની હાજરીમાં આ કેડીઓની લડાઈ જામતી. (અંતીસરિયા દરવાજા તરફના ભાઈઓ તથા સરખલિયા દરવાજા તરફના ભાઈઓ). જે કે ભયંકર આગ સામે આ મરજીવા રમત રમતા. આજના યુગમાં આ વાત નથી. એ તે વાતે જ રહી ગઈ. અત્યારના કેટલાક યુવાને મર્દાનગીની રમત અને વ્યાયામ પણ ભૂલી ગયા છે. ફક્ત ચબરાકપણું, છીછરાપણું અને ફિસનપરસ્ત બની રહેલ છે. આ યુવાને પાંડવયુગ, રજપૂતયુગ કે વ્યાયામની વાતને કદાચ હસી પણ કાઢે.
આ લખતાં આ દારૂખાનાની કેઠીઓના જમાનાના મેક મરજીવા શ્રી મથુરભાઈ વનમાળીદાસ પંચાલ કઆના પ્રવેશદ્વાર પાસે રહેનાર યાદ આવે છે.
કંસારવાડાના ચકલાથી – લાંબી શેરીથી સરખલિયા દરવાજા સુધી
લાંબીશેરીના માર્ગે પીપળા ખડકી દરવાજાવાળી પાસે આ એક કેટેટ મકાન છે. તેની સામે જમણી બાજુ શ્રી પીતાંબરબાબુની હવેલીથી કાપડબજારમાં જવાને રસ્તે છે.
લાંબી શેરીના સીધા રસ્તે જમણી બાજુ શ્રી શંકરશેઠનું કહેલું : - શ્રીશંકરલાલ શેઠના નામે આ ડહેલું ઓળખાય છે. તેઓ ગામના એક અગ્રગણ્ય નાગરિક હતા. આ ડહેલામાં ઓછી વસ્તી છે. જે વટાવી આગળ જતાં ખડાયતા વણિકની ધર્મશાળા પાસેથી ગાંધીચેકના મુખ્ય બજારના રસ્તે અવાય છે. આ ડહેલામાં એક નાનકહે ફૂવે છે.
દયા ડાણાની ખડકી : શ્રીયુત દયાભાઈની ખડકી છે.
શ્રી રઘુનાથજીનું મંદિર તથા મોઢ બ્રાહ્મણની ધર્મશાળા વટાવી આગળ જતાં શહેરની ઔતિહાસિક બત્રીસ કેઠાની ભવ્ય પરથારવાળી વાવ છે. જ્યાં મોઢ બ્રાહ્મણનાં કુળદેવી મેશ્વરી માતાનું સ્થાન છે. જમણી બાજુના વાવના વળાંકથી પલીયા બજારને સસ્ત છે. એને સામે જ –
કંટાવાળાની ખડકી : નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ ખડકીમાં પહેલાં કેવી જાહોજલાલી હશે? આ સ્થળે ઘી-તેલ તેલવાને કાંટે હતે. સેંકડો મણ ઘી આ