SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવંણુજની ગૌરવ ગાથા જમાલ શહીદની દરગા –કપડવણુજના આ નરવીર શહીદની દરગાહ છે. નદી દરવાજે એક ગોખ અને દરગાહ છે. તે વતન માટે શહીદ થનાર વીરની સ્થાને કહે છે. વિજ્ઞાનયુગને માનવી માને કે ન માને, પણ વર્ષો પહેલાંની વાત છે કે—દુકાળના એળા જ્યારે દેખાયા ત્યારે હામ–હેવનથી વરુણુને રીઝવવા પ્રાથનાઓ થઈ. અને નદીઓમાં વાંસીએ વળાંક બદલ્યા અને મહારે માઝા મૂકી. અને નદીએ ગામને આફતમાં ઉતારવા તૈયાર થઈ. ૧૫૨ ગામમાં કેડ સમા પાણી ભરાવા માંડયાં. જનતા ગભરાઈ ગઈ. ગામ ડુબશે એ ડર લાગ્યા. “ જલ તાલન કરો ” પાણીને વધાવા, તે પાણી ઉતરે. (પહેલાંના સમયમાં અને હાલમાં પણ કેટલેક સ્થળે અતિવૃષ્ટિ વખતે પાણીને દૂધ, દહીં, ઘી, ક ંકુ, કુલ સાથે બહેના અને ગામના મુખી વગેરે મળીને જળદેવીને ચુડી વગેરેથી વધાવવામાં આવે છે.) જલ તાલન કરવા કોઈ તૈયાર ન હતુ. ગરીઓ ધમ શાળાઓમાં અને શ્રીમ ંતા તેમના મકાનામાં ભરાઈ ગયા. ત્યારે એક ઝુંપડામાં રહેનાર વૃદ્ધાના લાડકવાયા ( ગાંચી કામના) ગરીબ માતાનુ પાષણ કરતા હતા, તેણે વૃદ્ધ માતાની રજા મેળવી. હાથમાં તાંબાનુ તાજુડી લઈ નદી દરવાજે જઈ દરવાજાની ખારી ખાલી. જળ તેાલન કરવા જળમાં પ્રવેશ કર્યાં. ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા. શઢ઼ીદ થયા. જળ ઉતરવા માંડયાં. ગામ ખચી ગયું. વીર પવિત્ર માનવી પ્રભુના દરમારમાં વતન ખાતર હાજર થઈ વંદન કરવા ઉભા રહ્યો. શહીદની યાદ તૅનાર અને નમન કરવા ચેાગ્ય તે દરગાહ આજે પણ મેાજુદ છે. ( કેટલાક તેમનું મૂળ નામ અહમદ કહે છે.) “ શહીદ ” ( શ્રી ધનવંતભાઈ મા. શ્રોફના સૌજન્યથી સાભાર ) તૈમુર અલીબાબાની દરગાંહુ–પ્રાચીન સ્થાપત્યના અવશેષ રૂપ હાલ અમલી મસ્જીદના ઓટલા પર આ દરગાહ છે. કસ્સાની મસ્જીદ અંતિસરીયા દરવાજા તરફ જતાં કસ્બાની સામે જ જુની પાંજરાપાળની પાસે—પટેલ વાડાના નાકે આ મસ્જીદ આવેલ છે. આ મસ્જીદ ખાંધવામાં મહત્વની વ્યક્તિ મહંમદ મુરાદ નામના ભાઇએ કસ્બાની ભાઈઓના સહકારથી બાંધેલી. આ મહમદભાઈ મુરાદભાઈ નામાંક્તિ વ્યક્તિ હતા. તેમના નામની પાંજરા પાળ પાસે ખડકી છે. આ મસ્જીદ આશરે ૨૦'×૧૫’ ચા. વાર ક્ષેત્રફળમાં છે. તેમાં વજુ કરવા માટે નાનકડી કુઈ છે. તેના વહીવટ કસ્બાની જમાત કરે છે. (જુઓ ચિત્ર નં. ૭૧) (મહમદ મુરાદની મસ્જીદ) કસ્બાના પ્રામાણિક અને નિતિવાન સૈયદ મહમંદ–મુરાદ. એક સામાન્ય ખેડૂત હતા. શેઠ શ્રી મીઠાભાઈ ગુલાલચંદ જ્યારે બહાર જાય ત્યારે તેમની
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy