________________
ગૌરવ આઠમું –
ને અને કપડવણજ
૧૭૩
ઉત્તર સન્મુખ છે. ગભારાની બહાર બે ગેખલા છે, ડાબી બાજુએ મંડપમાં બે ગોખલા છે. ઉપર જવાને રસ્તે છે, ઉપલે માળે ગભરામાં પણ ભગવાન છે. જમણી બાજુએ અષ્ટાપદજી, ચૌદ રાજલેક અને કાચમાં સુંદર કલાથી ચિતરેલા પટો છે. શત્રુંજય પટ છે અને છેલ્લે મહાવીર ભગવાનને ગભારે છે. આ મંડપ લાકડાની કારીગરીવાળે છે અને સુંદર કાચકામવાળે છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર હકીકતે શેઠ મીઠાભાઈ ગુલાલચંદના મોટાભાઈ શેઠ હરજી કરશનદાસના સુપુત્ર શેઠ વરજલાલ મેતીચંદે વિક્રમ સંવત ૧૯૦૪માં વૈશાખ સુદ ૬ ના રોજ કરને પ્રતિષ્ઠા કરાવી હતી એમ મનાય છે.
માણેક શેઠાણનું આદીશ્વર ભગવાનનું મંદિર માણેક શેઠાણીનું આદીશ્વર ભગવાનનું મંદિર અને શાન્તિનાથ ભગવાનનું મંદિર બે જોડાઈ જાય છે, પણ વચમાં લગભગ ૧૮૪ર૦ને ખુલ્લે ચેક છે.
શેઠાણીએ આ મંદિર બાંધવામાં બુધ્ધિને સુંદર ઉપયોગ કર્યો. (જુઓ ચિત્ર નં. ૮૯) અને બે મંદિરે ભેગાં સુંદર કેવી રીતે શોભે એવી રીતે ગોઠવણ કરી એટલે આ મંદિરને પશ્ચિમ સન્મુખ લીધું. આમાં ત્રણ ગભારા છે અને લગભગ ૨૦૪૧૫ ને મંડપ છે. એમાં બારણાઓની અંદર ધાતુની અંદર જાળીઓ પાડીને અવનવી કલામાં આકૃતિઓ કરી છે. તેને વર્તમાનમાં ચાંદી ચઢાવવામાં આવી છે. અત્રે એક વાત યાદ રાખવા જેવી છે કે અજિતનાથને જીર્ણોધ્ધાર, વાસુપૂજ્યના મંદિરનું બાંધકામ અને આ મંદિરનું બાંધકામ એક જ સમયમાં ચાલતું હશે, એમ કલ્પી શકાય. આ મંદિરમાં મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવાનની ઉપર સંવત ૧૬૬૬ને વિસ્તારથી લેખ છે. (જુઓ ચિત્ર નં. ૯૦) એટલે અમે આગળ ચૌમુખજીના મંદિરમાં કહી ગયા છીએ તે સબંધ અહીં મેલી જાય છે.
શાન્તિનાથ ભગવાનના મંદિરમાં કાચને શણગાર હતું અને વળી આદીશ્વર ભગવાનનું મંદિર જોડાઈ ગયું એટલે વર્તમાનમાં બન્ને દહેરાને નિર્ગમન દ્વાર ઉત્તર સમુખનું થઈ ગયું. આ બન્ને દહેરાસર ભેગાં થતાં, છેડા વર્ષો પૂર્વે ગાંધી પાનાચંદ લીભાઈએ જહેમત ઉઠાવી કાચની કલાને સુંદર રીતે વધારે કરાવ્યું છે.
શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર અંતિસરીયા દરવાજા બહાર માણેક શેઠાણીની ધર્મશાળા આવેલી છે. તેની પાછલી બાજુએ કિલ્લેબંધી કમ્પાઉન્ડમાં શ્રીમનાથ ભગવાનનું મંદિર આવેલું. આ જિનાલય નાનું, સુંદર ને મનોહર છે (જુઓ ચિત્ર નં. ૯૧). આ મંદિરમાં મૂળનાયક કોમનાથ ભગવાન છે (જુઓ ચિત્ર નં. ૯૨). આ મંદિર શેઠ લલુભાઈ મોતીચંદના સુપત્ની માણેકઆઈએ