________________
૧૭૪
કપડવણજની ગૌરવ ગાથા
૧૯૧૨માં બાંધવાનું શરૂ કરેલું અને તેની પ્રતિષ્ઠા ૧૯૧૭માં થયેલી. સમય જતાં એની શેભા વધારવા માટે ગાંધી ભોગીલાલ દલસુખભાઈ વિગેરેએ દહેરાસરના મંડપની આગળ પતરાને શેડ ઉતાર્યો અને આગળ એટલાં(વરડે)ની વ્યવસ્થા કરીને તેના ઉપર પતરાના શેડ બાય. બાંકડાઓ વગેરેની વેઠવણ કરી, એટલે આ મંદિર બહારની વાડી તરીકે ગણવા લાગ્યું. ભાવિકે સાંજે દર્શનાર્થે આવીને બેસતાં, પછીથી મંદિરની આજુબાજુએ સુંદર બગીચાની વ્યવસ્થા થઈ. પાછળથી આ દેરાસરનો જીર્ણોધાર પણ કરી હતે.
આગમ સ્તંભ મંદિરની દક્ષિણ દિશાએ બગીચાની અંદર સાધ્વીજી શ્રીપદ્મલતાશ્રીના પરિવારે શ્રી આગમ સ્તંભનું સંવત ૨૦૩૭ માં નિમાર્ણ કર્યું. આગમ ખંભમાં ઉપર ચાર શાગ્રતા પ્રતિમાજી છે. ત્રણ ગઢમાં અગિયાર ગણધર અને આગમ દ્વારકશ્રીજીની પ્રતિમાજી છે અને નીચેની પીઠિકામાં ૪૫ આગમનાં નામ, નિર્માતાનાં નામ અને પ્રતિષ્ઠાકારકનાં નામ આપેલાં છે. (જુઓ ચિત્ર નં. શ્ય)
શ્રી મહાવીર સ્વામીનું મંદિર માણેક શેઠાણીની ધર્મશાળાથી ઉત્તરે જતાં કરશનપુરા નજીક શ્રીઆનંદસાગર સાયટીની સ્થાપના થઈ છે. તેના મૂળ સંચાલક શેઠશ્રી કાન્તિલાલ વાડીલાલ ગાંધી છે. આ સાયટીમાં લગભગ ૫૦ બંગલાઓ છે. સેસાયટીની મધ્યમાં શ્રી મહાવીર ભગવાનનું મંદિર બાંધવામાં આવ્યું છે (જુઓ ચિત્ર નં. ૯૪). જેની પ્રતિષ્ઠા સંવત ૨૦૩૪માં વૈશાખ સુદ ૬ ને શનિવારે પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિના વરદ હસ્તે થઈ છે. મંદિરની બહારની બાજુએ ડાબી બાજુમાં ગુરુમંદિરની દેરી બનાવવામાં આવી છે. જમણી બાજુએ સં. ૩૦૩૬માં મણીભદ્રની દેરી બાંધવામાં આવી છે. આ રીતે આ સંસાયટીમાં શ્રી મહાવીર ભગવાનનું દર્શનીય દેદીપ્યમાન જીનાલય છે.
શેઠ શ્રી જેસીંગભાઈ કેવળભાઈનું ઘર મંદિર હતું, તેનું વિસર્જન કરવામાં આવ્યું છે. જેથી એની નોંધ અત્રે લીધી નથી.
પ્રતિમા લેખકશ્રીની એ ભાવના હતી કે બધાએ મંદિરના વિગતવાર–પાષણના ' બીબો, ધાતુનાં બી, સિદ્ધચકો, જક્ષ-જક્ષીણ, પટ્ટો વગેરેની નોંધ લેવી, પણ તે કાર્ય મુશ્કેલીભર્યું દેખાવાથી તે અત્રે લીધેલ નથી.
જેને ૨૪ તીર્થકર માને છે જેની નેંધ અત્રે આપી છે. તેમાં ભગવાનનાં નામ, માતા-પિતાનાં નામ, લંછન અને નગરી દર્શાવવામાં આવ્યાં છે.