________________
નીરવ આઠમું - જેને અને કપડવંજ
૧૭૧
દલવાડાના ભરચક જૈનેની વસ્તીની મધ્યમાં આવેલું છે. ભગવાનનું મુખ પશ્ચિમ દિશા સન્મુખ છે અને મંદિરનું દ્વાર દક્ષિણ સન્મુખ છે. વર્તમાનમાં તેને વહીવટ શ્રી રમણલાલ જેચંદભાઈ વગેરે કરે છે. શ્રી અજિતનાથ ભગવાનના મંદિરની શતાબ્દી વખતે આની પણ શતાબ્દી ઉજવાઈ
અષ્ટાપદનું દહેરાસર શ્રીશામળભાઈ શેઠની ખડકીના નામે ઓળખાતી અને કડિયાના મસ્જિદથી અંતિસરીયા દરવાજે જતાં સામસામા શેઠીયાની બે ખડકીમાં જમણા હાથે આ ખડકી છે. (આને પ્રતિષ્ઠાને આ અહેવાલ “અષ્ટાપદજી બિંબ પ્રતિષ્ઠા” નામની પદ્યબદ્ધ પુસ્તિકામાં (સંવત ૧૯૪૨) વિસ્તારથી છપાયેલ છે. લેખક ભુરાભાઈ બહેચરભાઈ દવે(જુઓ ચિત્ર નં. ૮૪)
આ મંદિર ખડકીની અંદર દશેક ફૂટ ઊંચે દરવાજાવાળું છે. દરવાજે ચઢયા પછી પગથિયાં ઉતરતાં ખુલ્લે ચેક આવે. તેની મધ્યમાં ચાર ફૂટ ઊંચુ આ મંદિર છે. પૂર્વમાં બે ભગવાન, (જુઓ ચિત્ર નં. ૮૫) દક્ષિણમાં ચાર ભગવાન, પશ્ચિમમાં આઠ ભગવાન અને ઉત્તરમાં દશ ભગવાને. એ રીતે ચોવીસ ભગવાનની ગેઠવણથી આ અખટપદજીનું મંદિર થાય. ભરત મહારાજે જેમ અષ્ટાપદ તીર્થ કર્યું તેવી રીતની રચનાવાળું આ મંદિર ચતુર્મુખ દ્વારવાળું કરાવ્યું છે. પૂર્વ દિશા તરફ ખુલ્લે મંડપ થયે. આ આખુયે મંદિર પથ્થરની નમૂનેદાર કારીગરીવાળું છે. અમદાવાદમાં દેશીવાડાની પિળમાં આવેલા અષ્ટાપદજીના મંદિરની આબેહૂણ આ નકલ કરી બંધાવવામાં આવેલ છે. ત્યાં જેમ બાજુમાં સમવસરણની રચના છે તેમ અત્રે પણ બાજુમાં સમવસરણ રચના કરવામાં આવેલ છે. શ્રી આદીશ્વર ભગવાનની પાદુકાની દેરી પણ છે. મંદિરના સામા પુંડરીક સ્વામીને ગભારે છે. મંદિરનું બીજું દ્વાર લાંબી શેરીમાં પડે છે. ત્યાં નીચે ઉતરતાં શાન્તિનાથ ભગવાનને ગભારે છે. લાંબી શેરીમાં પ્રવેશ દ્વારની આજુ બાજુએ ચોકીઆલાઓમાં દીવાલમાં બે હાથી છે. ઉપલે માળે બલાનકે (છત્રીઓ) વગેરે મનહર રચનાઓ કરવામાં આવી છે. - નગરશેઠ શ્રી લાલાભાઈ ગુલાબચંદના સુપુત્ર નથ્થુભાઈને સુપત્ની અમૃત શેઠાણુંએ તે જમાનામાં બે લાખ રૂપિયા ખર્ચીને આ મંદિર બંધાવ્યું અને જેની પ્રતિષ્ઠા સંપત ૧૯૪રમાં વૈશાખ સુદ ૧૧ને શુક્રવારે મુનિ શ્રી પૂ. પદ્મસાગરજીના વરદ હસ્તે થઈ હતી. આ વખતે પ્રભુજી પધારાવવા માટે અમૃત શેઠાણીએ સગાવ્હાલાં ઓળખીતા-પારખતા બધાને લાભ આપ્યો હતો. - શેઠ શ્રીમણભાઈ શામળભાઈના સુપુત્ર શેઠ શ્રી બાબુભાઈને વૃદ્ધ અવસ્થા હોવાથી બે ચાર વર્ષ બાકી હતાં પણ અમારા પૂર્વજોના કરેલા મંદિરની શતાબ્દી ઉજવવાને મને રથ થયે.