________________
૧૭૦
કપડવણજની ગૌરવ ગાથા,
જ્યારે આ મંદિરને જીર્ણોધાર થયે નહોતે ત્યારે પણ આ મંદિર ચૌમુખજીનું હતું, એમ માનવાને સબળ કારણે છે. આજે અજિતનાથ ભગવાન આદી ત્રણેયની ઉપર સંવત ૧૬૬૬ ને જે લેખ છે તેજ લેખ અનુસરત માણેક શેઠાણીના આદીશ્વર ભગવંતની ઉપર લેખ છે, એટલે એમ માનવું જ પડે કે આ ચૌમુખજીની અંદર તે આદીશ્વર ભગવાન હતા, પણ તે આદીશ્વર ભગવાનને તે મંદિરમાં લેતાં તે જગ્યાએ બીજાં પ્રતિમાજી જોઈએ. એથી ચૌમુખજીમાં પાછલી બાજુએ સંપ્રતી મહારાજના ભરાવેલા મૂળ પ્રતિમાજી ફરતાં કંઈક નાના આકારના પ્રતિમાજી સ્થાપન થયા છે. એટલે પૂર્વકાળમાં આદિનાથ ભગવાન મુખ્ય હશેજ. પછીથી અજિતનાથ ભગવાનના ચૌમુખ થયા. (જૂઓ ચિત્ર નં ૮૧) સંવત ૧૨૮ લગભગમાં જ્યારે આ મંદિરને જર્ણોધ્ધાર થયે હશે ત્યારે જ માણેક શેઠાણના આદીશ્વર ભગવાનનું મંદિર બંધાયું હશે, એમ માની શકાય તેમ છે.
સંવત ૧૯૨૫ લગભગમાં આ મંદિરનો જીર્ણોધારની શરૂઆત કરવામાં આવી હશે. આ મંદિર જમીનથી આઠ-નવ ફૂટ ઊંચું છે અને આ આખુ મંદિર પથ્થરનું છે. તેમાં ભેંયરાઓ પણ ઘણાં છે. પખાલને માટે પાણીની વ્યવસ્થા માટે ટાંકુ પણ છે. ચૌમુખજી મહારાજને ફરતી પ્રદક્ષીણ દેવાય તેમ છે. પ્રદક્ષીણામાં પાછલી બાજુએ પડતી નાની જગ્યામાં બે દેરીઓ છે. ભગવંતની જમણી બાજુએ ચાર ગભરા આવેલા છે અને પછી તીજોરીને રૂમ છે. ડાબી બાજુએ ત્રણ ગભારા છે, ઉપર જવાની સીડી છે, અને ટાંકુ છે. મંદિરને ત્રણ શીખરે છે, આગળ ઘુમ્મટ છે અને આગળ બેલાનકો (છત્રીને ઘાટ) છે. મંદિરમાં લંબચોરસ રંગમંડપ છે. પથ્થરના થાંભલા વગેરે પણ કારીગીરીવાળા છે. દસકા પહેલાં જ આ મંદિરની શતાબ્દી ઉજવાઈ છે.
આ મંદિર જ્યારે બંધાયું હતું ત્યારે જૈનેએ તેમાં જાત મહેનત કરી છે, તે વખતે પિરિવાડે પણ સાથમાં જ હતા. મહેનતમાં પણ હતા, ને કેસર. સુખડના લાગા પણ આપતા હતા. (પૂર્વકાળમાં આ મંદિર પિરવાડાના દહેરાસર તરીકે ઓળખાતું હતું.) પાછળથી પરવાડે ઠીબંધ થતાં છૂટા પડ્યા. એના પુરાવા તરીકે વર્તમાનમાં જે અભયદેવસુરી જ્ઞાન મંદિર છે, તે જગ્યા જૈનેના ભાગમાં આવી અને તેનેજ લાગેલી પાછલી જગ્યા પિરવાડેના ભાગમાં આવી.
શ્રીવાસુપૂજ્યનું મંદિર ભગવાનદાસ જીવણચંદ ગાંધીના સ્મણાર્થે તેમના કુટુંબીજનોએ (આ. આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનું કુટુંઅ) શ્રીમાન વીરચંદભાઈ લાલદાસે સંવત ૧૯૨૭ ના વૈશાખ સુદ ૬ ના દિવસે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું દહેરાસર નાજુક પાંચ પ્રતિભાવાળું બંધાવ્યું (જુઓ ચિત્ર નં. ૮૨) અને તેની પ્રતિષ્ઠા સંવત ૧૯૩૧ના વૈશાખ સુદ ૬ના દિવસે થઈ હતી. મૂળ નાયક ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામી છે. (જુઓ ચિત્ર નં. ૮૩) આ દહેરાસર