________________
"ગૌરવ આઠમું – જેને અને કપડવણજ
આ સ્થળ શ્રી ચિંતામણી પાર્શ્વનાથની ખડકી વાઘવાળું દહેરાસરના નામે ઓળખાય છે. સાક્ષરવર્ય પરમ પુજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજનું જન્મ સ્થળ પણ આ ખડકી છે. [આને વધુ વિસ્તાર જોવા માટે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રતિષ્ઠા મહોત્સવ અંક (લેખક જે. કે. ગાંધી) વાંચવા ભલામણ છે.]
મંદિરની રચના - આદર્શ શિલ્પકલાના અજોડ નમૂનારૂપ આ જિનપ્રાસાદ અત્યંત મનોહર છે. જમીનથી શિખરના છેડા સુધીની ઊંચાઈ ૪૯૯-૬” છે. ભમતીની અંદર ૨૫ ગેખલા છે. ગભારામાં બે ગેખલા છે. મંડપમાં બે ગોખલા છે અને કેલી મંડપમાં જક્ષ જક્ષણીના બે ગેખલા છે. વચલા ગભારા ઉપર શિખર છે. બાકીના બધા ગેખલા ઉપર થઈને ૩૧ શિખરીઓ છે અને મંડપ ઉપર ઘુમ્મટ છે.
મંદિરના ઓટલા પર પૂ. આગધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીની મૂર્તિવાળું અત્યંત આકર્ષક ગુરુમંદિર છે. તેના ઉપર સામરણ છે.
શ્રીદિયાનું દેરાસર – આ (જુઓ ચિત્ર નં. ૭૮) દહેરાસર કડિયાની મસ્જિદથી કુંડવાવ તરફ જતાં બેડું આગળ ચાલતાં ચાર રસ્તેથી ડાબી બાજુ વળતાં મેદી કુટુમ્બની ખડકી આવે છે તેમાં છે. અહીં પૂર્વકાળની અંદર મેદી કુટુંબ રહેતાં. લાકડાંનું શ્રીઆદીશ્વર ભગવાનનું (જુઓ ચિત્ર નં. ૭૯) દહેરાસર પૂર્વ સન્મુખનું બનાવ્યું હતું. સમય જતાં તે મંદિર જીર્ણ થતાં તે કુટુંબીઓએ તેને જીર્ણોદ્ધાર કરવાનું નકકી કર્યું. કેશવલાલ સેમેશ્વર, વાડીલાલ સામેશ્વર, પાનાચંદ મગનલાલ, શાન્તીલાલ ચુનીલાલ વગેરેએ ઉદ્યમ કરીને ભેંયરા સહીતનું પથ્થરનું મંદિર પહેલાં કરતાં કંઈક વધુ વિસ્તારવાળું બાંધ્યું. આ દહેરાસરના મૂળનાયક આદીશ્વર ભગવાન હતા, એટલે તે ગાદીપતિ રહ્યા. એની પ્રતિષ્ઠા આ. શ્રી. વિજયને મિસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય આ. શ્રીવિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરી.
મુળનાયક પધરાવવાને લાભ કેશવલાલ સેમાભાઈએ લીધે. શ્રી સિદ્ધચક્રનો પટ ગણીવર્ય શ્રીલબ્ધિસાગરજીના ઉપદેશથી વિમળાબેન જયંતિલાલ પાદશાહે ભેંયરામાં કરાવ્યા તેની સ્થાપના ૨૦૧૧માં આ. શ્રીમાણક્યસાગરસૂરીશ્વરજી મહારાજના હાથે થઈ.
શ્રીઅછતનાથ ભગવાનનું મંદિર દલાલવાડાના નામે ઓળખાતી ખડકીની મધ્યમાં અજિતનાથ ભગવાનનું મંદિર આવેલું છે (જુઓ ચિત્ર નં. ૮૦). આ મંદિર પૂર્વકાલની અંદર લાકડાનું હતું. જેના પુરાવા તરીકે લહુઢી પિશાળના ઉપાશ્રયની ડાબી બાજુ આગળ મેડાપૂર્વક આખી દહેરાની લાકડાની કેરણી મઢવામાં આવેલી છે. ક. ગૌ. ગા–૨૨