________________
કપડવણજની ગૌરવ ગાથા
વિસર્જન કરવાના કાર્યના આરંભ કર્યો, અહીં ગભરાનું જે મૂળ દ્વાર છે તે કાયમ રાખવામાં આવ્યું.
રંગમંડપના ગૃહ ભાગમાં પ્રભુના પ્રક્ષાલન માટેના પાણી સંગ્રહ માટે વિશાળ ટાંકુ બનાવવાનો નિર્ણય કર્યો. શ્રીમલિલનાથના ગભારા નીચે ખેદકામ કરતાં ૧૨ થી ૧૩ ફૂટ નીચે ઉતરતાં હાડકાંનો પુષ્કળ જથ્થ, જૂના મકાનનાં પાણીયાર, જુનાં બેડ, માટલા પથરના ઉમરા, તથા તાંબાની ખવાયેલી થાળીઓ વગેરે પ્રાચીન સામગ્રીઓ મળી આવી હતી.
કેલીમંડપમાં ખોદાણ કરતાં જમીન ધસી પડી હતી, પણ શ્રીશાશનદેવની કૃપાથી આવા ભયંકર અકસ્માતમાં મંડપના થાંભલા, પાટ વગેરે તથા કામ કરતા મજરે વગેરેને ચમત્કારિક રીતે બચાવ થઈ ગયે હતે.
આવી બેદાણુવાળી જગ્યાને પૂ. આચાર્ય દેવશ્રીવિદયસૂરીશ્વરની સૂચનાથી શાસ્ત્રીય આમ્યાન રીતે ગણી શુદ્ધી કરવામાં આવી હતી.
નૂતન મંદિરમાં વર્તમાન વીસીના ચાવીસ ગેખ તથા શ્રી સિદ્ધચક્રજીને યંત્ર માટે એક એમ કુલ્લે શિખરવાળા ૨૫ ગેખ ભમતીમાં બનાવવા, તે માટે સામાન્ય નકરાથી ચીઠ્ઠી નાંખીને ભાગ્યશાળીઓને લાભ આપવામાં આવ્યો હતે.
પ્રભુ પ્રતિમાજીઓને પ્રવેશ, પ્રતિષ્ઠા અંજનશલાકા વગેરેનાં શુભ મુહૂર્તા, પૂ. આ. શ્રીવિજયનેમિસુરીશ્વરજીમના પટશિષ્ય પૂ. આ. શ્રીવિજયઉદયસૂરીશ્વરજીમ. તથા પૂ. આ. શ્રીવિજ્યનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબે આપ્યાં હતાં.
મંદિરમાં પુનઃ પ્રવેશ - નૂતન જીનાલયમાં સંવત ૨૦૧૧ ના મહા સુદ ૧૦ ના રોજ ઉત્થાપન કરેલાં પ્રતિમાજીઓને પુનઃ પ્રવેશ ધામધૂમથી કરવામાં આવ્યું હતું.
તથા સંવત ૨૦૧૧ ના જેઠ સુદ ૪ ના રોજ અંજનશલાકા (પ્રાણ પ્રતિષ્ઠા) તથા જેઠ સુદ ૫ ગુરૂ પુષ્ય અમૃત, સિધિગ તારીખ ૨૬-૫-૧૫૫ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રતિષ્ઠાને દશ દિવસને મહત્સવ ઉજવાયે હતે. પ્રતિષ્ઠા પૂ. આ. માણેક્યસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. હેમસાગરસૂરીશ્વરજી મ. તથા પૂ ઉપાધ્યાયશ્રીદેવેન્દ્ર સાગરજીમ, ગણીશ્રીલબ્ધિસાગરજી આદિ મુનિવરે તથા વિશાળ સાવગણની નિશ્રામાં ચાતુર્વિધ સંધની અદ્ભુત મેદનીમાં થઈ
આ દહેરાસરજીના જીર્ણોધ્ધારની શરૂઆતથી અંત સુધીની જહેમત ગણિવર્ય લબ્ધીસાગરજી મહારાજે તથા પાછળથી પૂ. કંચનસાગરજીએ લીધી હતી. ખાસ કરીને અંજનશલાકાના કાર્યમાં પૂ. કંચનસાગરજી મહારાજ સાહેબે અવર્ણનીય ફાળો આપે હતે.