________________
ગૌરવ આઠમું – જૈન અને કપડવણજ
ચિત્ર નં. ૭૭). આ પ્રતિમાજી વર્તમાન અનાથાશ્રમની જગ્યાએથી નિકળ્યાં હતાં, જ્યારે નિકળ્યાં તેનું ચક્કસ પ્રમાણ મલ્યું નથી, પણ અનુમાન ઉપરથી જણાય છે કે સત્તરમી સદીની નજીકમાં ગણાય. જ્યાં પહેલા મુસલમાનના ઘરે હતા, તે જગા ખરીદીને હાલનું દહેરાસર બાંધવામાં આવેલું. આ જમીન દેશી જીવણલાલ સુંદરલાલ, અનછ ગોપાલજી તથા શામળદાસ રંગજીભાઈ નામના શેઠીયાઓએ ખરીદેલી. તે વખતે કેવળ દહેરાસરની શરૂઆત થઈ જણાય છે. પ્રતિષ્ઠા આ. શ્રી લક્ષ્મી સૂરીશ્વરજીના વરદ હસ્તે થઈ હતી. પ્રતિષ્ઠાના મુહૂર્તના સમયમાં બહારથી સંધનું હિત ઈચ્છનાર આચાર્યશ્રીએ ખેપિયા દ્વારા જક સમય બદલવા માણસ એક હિતે પણ ખેપિયે આવે તે પહેલાં પ્રતિષ્ઠા થઈ ગઈ. વાત એવી હતી કે મોકલેલા ૫. આ દેવશ્રીએ એવી આર્ષવાણી ઉચ્ચારી હતી કે આ “મુહૂર્ત પ્રતિષ્ઠા થાય તે કેમના બૈરાં સેનાના બેડે પાણી ભરશેપણ સમય બદલાયે એટલે તાંબાપિતળનાં બેડ તે રહ્યાં છે. આ પ્રમાણે જૈન કેમની સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી રહી છે.
૧૯મી સદીના મધ્યભાગમાં એટલે સંવત ૧૫૦ની સાલમાં શેઠ શ્રી મીઠાભાઈ ગુલાલચંદે જૂના દેરાસરને જીર્ણોધર કરી વિશાળકાય લાકડાની આકર્ષક નકશીવાળું નુતન મંદિર બંધાવ્યું. આ જીર્ણોદ્ધર વખતે શેઠ મીઠાભાઈ ગુલાલચંદે શ્રીમલ્લિનાથ ભગવાનને ગભારે બંધાવ્યું હતું. સંવત ૧૯૫૧ની લગભગમાં આ દહેરાસરના પાછલા ભાગમાં અગ્નિની વાલાઓ એકાએક ભભૂકી ઉઠી. શેઠ શ્રી મણીભાઈ શામળભાઈ તથા અન્ય શેઠીયાઓની અજોડ જહેમત કામગીરીથી ચમત્કારિક રીતે આગ દહેરાસર આગળ આવી અટકી ગઈ ને મંદિર તદ્દન સુરક્ષિત રહ્યું હતું.
આ દહેરાસરને બંધ કરવાનું છેટલું દ્વાર બાજુમાં હતું, ત્યાં નાનીશી છીંડી હતી. તેમાં પડોશી છેટાલાલ લલુભાઈના મકાનમાંથી આવવાનું હતું, કદીક દ્વાર આગળ ફણીધર નાગદેવતાના દર્શન પૂજારને થતાં, પૂજારી હાથ જોડી વિનંતી કરતાં ચમત્કારીક રીતે નાગદેવતા અદશ્ય થઈ જતા.
આવા પરમ પ્રભાવિક શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં સેંકડે જૈન જૈનેતરે દર્શન કરી પિતાની જાતને ભાગ્યશાળી બનાવવાને અમૂલ્ય લ્હા લે છે. દહેરાસરનું પ્રાચીન લાકડકામ જીર્ણ થઈ જવાને કારણે શ્રીસંઘે જીર્ણોધ્ધાર કરી નૂતન સંગેમરમરનું શિખરબંધી વિશાળકાય દહેરાસર બનાવવાને ગણિશ્રીલબ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી નિર્ધાર કર્યો અને એકી અવાજે નિર્ણય કર્યો કે મૂળ પ્રતિષ્ઠા કાયમ રાખી (શ્રી પાર્શ્વનાથ દાદાને પવાસન પર કાયમ રાખી) નવીન દહેરાસર ભેંયતળીયાથી અતિ સુંદર ભૂમિગૃહ સાથે મનેહર તેમ જ દેદીપ્યમાન બંધાવવું.
સંવત ૨૦૦૯ ના કારતક વદ ૬ ના દિને ચાંદીના હાથીની સૂંઢથી મંદિરને