SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા જાહેર સ્વચ્છતા, આરેગ્ય માટે ખાસ જરૂરી-પાણી, સ્વચ્છતા અને મકાશ : પાણી માટે આ ગામમાં પહેલેથી જ પ્રાચીન વાવેને તથા પિળમાં આવેલ કુવાઓને તમામ જનતા ઉપગ કરતી હતી. સમય સમયનું કામ કરે છે. આ ગામને ઘરે ઘરે પાણી પહોંચી શકે તે પેજના શહેર સુધરાઈ તરફથી હાથ ધરવામાં આવી. મુ, શ્રીરાવબહાદુર વલ્લભરામ છે.ટાલાલ ત્રિવેદીને ફાળે આ યશ જાય છે. તેમના સાથીદાર ઉપપ્રમુખ મુ. શ્રીચુનીલાલ વિટ્ઠલભાઈ દેસાઈ, આ ગામની પ્રગતિના પ્રણેતામાંના એક. તેમને શી રીતે ભુલાય? જાહેર સ્વચ્છતા માટે અહીં પહેલેથી એક પ્રથા ચાલુ હતી કે-હરિજને તેમના ઘરાકની પિળે કે ઘર પાસે સફાઈ કરતા હતા. મેલું ઉપાડતા હતા. શહેર સુધરાઈએ સને ૧૯૪૫ ખાનગી જાજરૂ વાળવાની અને ઘરાકીની પ્રથા નાબુદ કરી. ખાતાવાર માણસે રેકી જાજરૂ સફાઈ કરવાનું ધોરણ અપનાવ્યું. પછી પિળે વગેરેની સફાઈ માટે ઘરાકીની પ્રથા કાડી નાખી. ૧૯૫૬માં વળતર આપીને આ પ્રથા નાબુદ કરી. અત્યારે ખાતાવાર આખા દિવસ માટે સફાઈ કામદારોને રેકી ગામની તમામ પ્રકારની સ્વચ્છતા શહેર સુધરાઈ તરફથી ઉઠાવી લેવામાં આવી. વળી જે વાળવાનાં જાજરૂએ હતાં તેવા તમામ ખાનગી જાજરૂઓને વાળવાને બદલે ફલશીંગ બનાવી દેવામાં આવ્યાં. જનતાએ સારો સહકાર આપે, અને જાજરૂઓ ફેલગીંગ બની ગયાં. સુઘરાઈની પ્રગતિની સાથે સાથે ૧૯૩૬માં જાહેર ફલશીંગ જાજરૂઓ દિન પ્રતિદિન શહેરની દરેક ભાગોળે જાહેર જનતા માટે તૈયાર થયાં. આ બાબતમાં કપડવણજ શહેર સુધરાઈ સ્વચ્છતા માટેના પ્રયત્નમાં સારી એવી પ્રગતિ કરનાર સુધરાઈ છે. નિષ્ઠાવાન સભ્ય હંમેશા ગામની પ્રગતિમાં જ રમે છે. ગામની સ્વચ્છતા માટે ૧૯૨૭થી જ નળ અને ભૂગર્ભ ગટર યોજનાએ મહત્વને ભાગ ભજવેલ છે. પહેલાં ગામમાં ચારે બાજુ ભીસ્તી પાડાપર પાણીની પખાલ રાખી સડકો પર પાણી છટતા. ત્યાર બાદ ગાડા પર પાણીની ટાંકી રાખી એક સૂઢ દ્વારા સડકે પર પાણીને છંટકાવ કરવામાં આવતું. બજારમાં (પાકી સડકે નહી હોવાથી ધૂળ ઉડે નહિ માટે) કપડવણજની સુધરાઈ જાહેર સ્વચ્છતા માટે પહેલેથી જ સજાગ છે. જેટલી સ્વચ્છતા માટે સુધરાઈ સજાગ છે તેવી જ રીતે ગામને પ્રકાશ આપવા પણ પ્રથમથી જ સજાગ છે. સૈકા પહેલાં આ ગામની પ્રજા રાત્રિ પડે તે પહેલાં પોતાનાં કામથી પરવારી ઘરમાં અથવા પિળેની અંદર વાત-ચીતે કરી આરામ કરતા હશે. શહેર સુધરાઈએ સને ૧૮૬પથી આ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy