________________
૧૫૮
કપડવણજની ગૌરવ ગાથા
સેફી સીદીખાના : કપડવણજના દાઉદી વહેકરા ગૃહસ્થની શુભ ભાવનાના ફળ રૂપે તેમની કેમમાં સારાં એવાં ટ્રસ્ટ છે. જેથી વિદ્યા સહાય તથા તબીબી સહાય દરેકને મળે છે. કપડવણજના (૧) શેઠ બદરુદ્દીન એહમદજી મહેતા, (૨) ખા. બ. શેઠ મહમદઅલી કાંગા, (૩) શેઠ કીકભાઈ ચાંદભાઈ કાગળવાળા, (૪) શેઠ શ્રીઈસાકઅલી (મુંબઈને મેથર) બંદુવાલા તથા અન્ય વહારે બીરાદના સહકારથી વહેરા કેમની રાહત માટે ઈ.સ. ૧૯૧૭ માં આ દવાખાનાની શરૂઆત કરી.
સેફ દવાખાનું – મોટી વહેવાડયાં પ્રવેશ કરતાં જ સામે એક મોટુ મકાન છે. જેમાં નીચેના ભાગમાં વહોરા બિરાદરેએ દવાખાનું શરૂ કર્યું. એક જમાનામાં વહોરવાડમાંથી બહેને ખાસ કરી કદીક બહાર પણ નીકળતાં ન હતાં. રાજય કુંટુબની બહેની માફક અહીં પણ વહોરવાડમાં અનેક ઘણી મર્યાદામાં બહેને રહેતી. દવાઓ માટે ફકત વૈદ્ય કુટુંબના જ ત્યાં જતા, અને દવાઓ કરતા. વખત જતાં દવાખાનું ત્યાં થવાથી પિતાના વિભાગમાં દવાઓ માટે જતાં. વહોરા સદગૃહસ્થ માટે આ ફ્રી દવાખાનું છે. અહીં પણ ડોકટરે આજન્મ સેવાઓ આપી રહેલ છે. તેના મેડા પર લાયબ્રેરી છે.
વછરાબુ પ્રસુતિગૃહ –
વહેરા કેમની પ્રસુતા બહેનેની ખાસ સગવડ ખાતર શેઠ શ્રી કીકાભાઈ ચાંદાભાઈ તરફથી તેમનાં માતૃશ્રી વજીરાબુના સ્મરણાર્થે ૧૯૪રમાં પ્રસુતિગૃહ ખુલ્લું મુકવામાં આવ્યું. તેમાં બહેને માટે ખાટલાની સગવડ તથા સ્વી વિચિકિત્સક વગેરેની વ્યવસ્થા કરેલી છે.
પશુ ચિકિત્સાલય માનવી માટે અનેક પ્રયત્ન થાય છે, પણ મુંગા પ્રાણીઓના આરોગ્ય માટે મમતા દાખવનાર મમતાળુ દાનવીર શેઠશ્રી સ્વ.જમનાદાસ કેશવલાલ દેસાઈ (વહાણ દલાલ)એ પિતાના ખર્ચ એક પશુ ચિકિત્સાલય બંધાવી આપ્યું. તે નદી દરવાજે (શહેરની પશ્ચિમે) નદી તરફ જતાં સડકની જમણી બાજુ ધર્માર્થે ખુલ્લું મુક્યું છે. પશુ ચિકિત્સાલયમાં માણેક શેઠાણીના ટ્રસ્ટ તરફથી વાર્ષિક રકમ પણ અપાય છે.
શ્રીચાંદાભાઈ સેનેટેરીયમ :- વહોરા બિરાદરો માટે જ એક સુંદર સુવ્યવસ્થિત આરોગ્ય ભુવન શેઠ શ્રી કીકાભાઈએ તેમના પુજય પિતાશ્રી ચાંદાભાઈ શેઠની સ્મૃતિમાં સન ૧૯૪રમાં શસકર્યું. કપડવણજમાં સદ્ભાગ્યે સારા હૌદ્યો, ડોકટરે સારી રીતે છે. તેમાં સારા સર્જને, રોગ નિષ્ણત બહેને, નેત્રરંગોના, દંતગોના નિષ્ણાતને તેમ એગ્ય માટે જરુરી નિષ્ણાતની સેવાઓને લાભ દરદીઓને મળે છે. મળ-મૂત્ર-રકત વગેરે તપાસણી માટે લેબોરેટરીઝ(પ્રયોગશાળાઓ)પણ છે.
વાઢકાપ રાહત વિભાગ:- સેવાસંધ તરફથી એક વાઢકાપ વિભાગ સંવત