SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવે સાતમું–આરોગ્ય વિભાગ ૧૫૭ પહોચાડવામાં આવતી હતી. પરંતુ ગામડાં ફરતી આ પ્રાથમિક ઉપચાર પદ્ધતિની પેટીઓ વધુ સમય સુધી ચાલી શકે નહીં. વિશાળ વડ સમા સેવાસંધની આ એક વડવાઈ છે. આઝાદી પહેલાં સેવાસંધના તથા ગામના નવયુવકે ગામડામાં કઈપણ જાતની તકલીફ જણાતાં પગપાળા પ્રવાસ કરી સહાય થવામાં હંમેશા તૈયાર રહેતા. આજે તે સાધને અનેક છે. સદ્ભાગ્ય સેવાભાવી અનેક સંસ્થાઓ પ્રજાના દુઃખ દર્દમાં ભાગીદાર બને છે. શ્રી બેનજીબાઈ હિંદુ પ્રસુતિગૃહ- કપડવણજના વતનીને શૈદ્ય, ડોકટરે તથા દવાઓને જોઈએ તે લાભ મળતું હતું. ત્યાં બહેને માટે જરુરી તેવા પ્રસુતિગૃહની એક ઉણપ હતી. જે કપડવણજના પ્રખ્યાત ઉદ્યોગપતિ શેઠ શ્રીબાપાલાલ પીતાંબરદાસ પારેખ તથા તેમના ભાઈઓએ પિતાનાં પૂજ્ય માતૃશ્રી બેનજીબાઈના સ્મરણાર્થે એક હિંદુ કી પ્રસુતિગ્રહ જૂન ૧૯૪૩ માં સુથારવાડાના ચલે શરુ કરાવ્યું કેટલાક સમય બાદ આ સંસ્થા પિતાના સ્વતંત્ર મકાનમાં શરુ કરવામાં આવી. જેનું ઉદ્દઘાટન............. કરવામાં અવેલું. હાલ આ મકાન “સરસ્વતી થીએટરની પાસે છે. જેમાં બહેને માટે ખાટલા તથા સગાં વહાલાં માટે પણ સગવડ કરી આપવામાં આવી છે. મેડાબંધી આ પ્રસુતિગૃહ “હિંદુ પ્રસુતિગૃહ છે. જે શ્રી પીતાંબર નંદુલાલ ધર્માદા ટ્રસ્ટના નીચે કામ કરે છે. કપડવણજના કેટલાક સપુત એવા છે કે જેઓ પિતે એક એક સંસ્થાના આજીવન સેવકે બનેલ છે. અગર કેટલાક સેવકે પિતે સંસ્થા રુપ બનેલા છે. તેઓના ચરણોમાં વંદન કરવાનું મન થાય જ. (જુઓ ચિત્ર નં. ૬) આ સંસ્થા શરુ થઈ તે દિવસથી આ સંસ્થાને પિતાની જીંદગીભરની સેવાઓ અર્પણ કરનાર સેવાભાવી ભાવનાશીલ, કર્તવ્ય પરાયણ છે. છોટુભાઈ બાપુલાલ દેસાઈને કઈ ભુલી શકે તેમ નથી. આ પ્રસુતિગૃહને લેકે છે. છોટુભાઈનું દવાખાનું એ નામે ઓળખે છે. ડે. છોટુભાઈ આ પ્રસુતિગૃહના અખંડ તપધારી બની ચુક્યા છે. રાત્રીએ બોલાવનાર દરદીને અવાજ પિતાના (જુના ઈનામદારોના ડહેલા જેવા) મકાનમાં પહોંચે નહીં, આથી તેઓ તે માટે ૧૨ માસ કાયમ બહાર દરવાજા પાસે જ સુઈ રહે છે. રાત્રી દિવસ દરદીઓને પુરતે સંતોષ અને ગરીબને મફત સારવાર. વાંચનની સુવિધા સગા માટે પણ સંપુર્ણ સગવડ. દાદા માલવંકર, શ્રીમોરારજી દેસાઈ વગેરે મુલાકાતથી સંતોષ પામેલા, પૂશ્રી સચ્ચિદાનંદજી મહારાજે (દંતાલી આશ્ચમવાળા)એ. તથા શ્રી છેટુભાઈએ પિતાના ખર્ચ પરબ તથા સ્નાનગૃહ(બાથરુમ) પણ બાંધેલ છે. તથા રાત્રિના સમયે ચા, કેફીની વ્યવસ્થા પણ કરે છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy