________________
ગરવ ૨-કેળવણી
૧૪૦.
શુભહસ્તે નગરજનોના સહકારથી ભવ્ય સમારંભ યોજી કરવામાં આવેલું. આ છબી ઘર વિશેષ મનોરંજન પુરુ પાડે છે. ૧૯૬૪ જાન્યુઆરીથી સ્થાનિક સિંધી ગૃહસ્થ યુથ વથાણી તથા એફ. ડી. વખારિયા, આ બંનેએ ખરીદ્યુ. હાલ ૧૯૮૧ ઓગસ્ટ માસથી સબાના એકઝીબીટરશને વેચાણ આપ્યું. જેના માલિક શ્રીમતી તારાબેન અબ્દુલસતાર શેખ અને યુસુફભાઈ હાજી મહમદ છે.
પ્રિયા ટેકીઝ - ' ત્રિવેણી પાર્ક સામે નવા એસ.ટી. બસસ્ટેન્ડ પાસે અદ્યતન થિયેટર તા. ૩-૭-૮ ના રોજ શરુ થયું. જેના માલિક ભાનુભાઈ શંકરભાઈ પટેલ (લાટવાળા) છે. આ છબીઘરમાં ૮૫૩ બેઠકે છે.
સરક :- ૧. કપડવણજના આંગણે નાના–મેટા સારા એવા સર્કસે આવતાં. જેમાં શરીર અંગેના–પ્રયોગ તથા વનપશુઓ તથા જાનવરના પ્રગો પણ જોવા મળતા. આ સરકસે ખાસ કરીને અંતીસરિયા દરવાજા બહાર હાલની શ્રી માણેકબાઈ શેઠાણીની ધર્મશાળા પાસે ખુલ્લું મેદાન હતું. ત્યાં કાયમ આ ઓઢણમાં આ બાજુના તમામ ર (ગાય-ભેંસે) સવારમાં ચરવા માટે લઈ જતાં પહેલા એકઠાં થતાં, તે ભેગાં કરવાનું સ્થળ હતું.
૨. સરખલિયા દરવાજા બહાર ડાકેર જવાના ચાર રસ્તા પર ડાબી બાજુના તળાવમાં ( હાલ જ્યાં પોસ્ટ ઓફિસ છે.) સરકસે આવતાં અને તેમાં પ્રાગે કરતાં.
૩. અંતીસરીયા દરવાજા બહાર ડાબી બાજુના પ્રાચીન સીંગારવાવની સામે હાલની શહેર સુધરાઈની માધ્યમિક શાળાની સામે તલાવ છે. જ્યાં શ્રી લીઅઝા માતાની નાનકડી ડેરી છે ત્યાં ખુલ્લા મેદાનમાં પણ સરકસ ઉતરે છે.
ગરબો: વેદના સમયથી આર્યોએ સૂર્ય પુજા શરુ કરેલ છે. પ્રાચીન સમયથી સૂર્ય પુજા અને શક્તિ પુજા ચાલુ છે. માનવ નૃત્યની સાથે ભગવતી સ્તુતિ ભગવાન શ્રીકૃષ્ણની જીવનની લીલાના પ્રસંગે તથા સમાજમાં કેટલાક પ્રસંગોએ આવી રીતે ગરબા ગવાય છે.
માનવ નૃત્યની પાછળ ધર્મની ભાવના સમાયેલ છે. ગરબે એટલે ગર્ભદીપ ગર્ભ એટલે ઘડી, અહીં બ્રહ્માંડની કલ્પના છે, અને અંદરની ત જીવનના સત્યની ઝાંખી કરાવે છે. આદ્ય શક્તિ તરફને સાદરભાવ ગરબો ગાતાં વ્યક્ત થાય છે. ગરબા એક તાળી કે ત્રણ તાળીથી ગવાય છે. કેટલાક પુરુષો પણ દાડયા રાસ અને ગરબા ગાય છે.
ભવાઈ :- મધ્ય કાળથી નાટકે નહી પણ લોકોના મનોરંજનાથે ભવાઈવેશ થતા હતા. ગુજરાતમાં ભવાઈ એ લેક નૃત્ય અને નાટક કળાને એક પ્રકાર છે. ભવાઈની ઉત્પત્તિ માટે કેટલીક માન્યતા છે. તે રામાયણ કાળથી છે. આપણા ગુજરાતમાં છેલ્લા