________________
૧૪૮
કપડવણજની ગૌરવ ગાથા
ચારસો વરસથી આ પ્રયાસ છે. તેના મુખ્ય પુરુષ શ્રીઅશાવન હતા. (વધુ જાણવા નાયક વંશ વિશે જુઓ.) ભવાઈમાં નૃત્ય નાટક અને શમભાષણ જેટલું જ સંગીતને સ્થાન છે. ભવાઈ ભગવતી માતાના મંદિરમાં, માતાજીના સાનિધ્યમાં જ આ કાર્યક્રમ જાય છે. આ ભવાઈના પ્રકારને સાચવી રાખવાની કળા ભેજક તથા નાયક જ્ઞાતિના ભાઈઓએ રાખેલ છે. ગુજરાતની રંગભુમિ આ જ્ઞાતીના ભાઈઓથી શેભતી હતી. હજુ પણ આ ભાઈઓ
આ વારસે સાચવી રહ્યા છે. તેમના સારાયે સંગીતકારેએ કલાકરેએ ગુજરાતના ચરણે પિતાની જીવનકલા અપી છે. હજુ અપ રહ્યા છે. ભવાઈમાં દેવદેવીઓના વેશ કાઢે છે. જૂના વખતની ભાવના વેશ કાઢનારાઓએ તેમાં કેટલાક સુધારા વધારા કરી આ એક ગુજરાતના સંસ્કારધન સમા મને રંજનને હજુ વળગી રહયા છે. નવા નવા પરિવર્તન થાય છે. ખાસ કરીને ભવાઈ મેટા રત્નગિરિ તથા નાના રત્નગિરિની સાનિધ્યમાં ભાદરવા સુદ ૧રથી સુદ પુનમ સુધી દરેક સાલ થાય છે. કેટલીક વખત ગરોડના રસ્તે જતાં કાલીકા માતાના નાનકડા મંદિર પાસે પણ ભવાઈ થયેલી. ભવાઈના વેશમાં સમાજ શિક્ષણનું પ્રતિબિંબ ઝીલાયેલ છે. ખાનદાનનાં ઘમંડ તથા શોષણખોરના જૂઠાણાના કટાક્ષ પણ હોય છે. ભવાઈમાં મીયાબીબી, ઝન્ડા ગુલણ, પઠાણ જેવા વેશે બહુ પ્રસિદ્ધિ પામેલા છે. ભવાઈમાં સાહિત્યનું ધોરણ તથા હાસ્યનું સ્તર નીચું છે.