________________
ગૌરવ છઠું–કેળવણી
૧૭
મકાનના નીચે શ્રી મણીલાલ સાંકળચંદ બરફીવાલા હાલમાં આ સાર્વજનિક મહિલા પુસ્તકાલય ચાલે છે.
સંસ્થાના ચાલુ મકાનના મેડા પર ઓચ્છવલાલ કેશવલાલ દેસાઈ હેલમાં જ શ્રીમાન ચંદુલાલ કેશવલાલ દેસાઈના દાનથી તેમના માતા-પિતાની પવિત્ર યાદરૂપે ગં. સ્વ. શ્રીરૂમણુબેન કેશવલાલ રણછોડદાસ દેસાઈ બાળ પુસ્તકાલય, વાંચનાલય ચાલે છે. આ સંસ્થાના સંચાલક તરફથી એક કપડવણજ તાલુકા પુસ્તકાલય મંડળ ઈ. સ. ૧-૩૧૯૫૩થી શરુ કરેલ છે. જે દ્વારા સારાયે તાલુકામાં સ્થળે સ્થળે પુસ્તકાલય પ્રવૃત્તિ દ્વારા સંસ્કાર સિંચિત કરી રહેલ છે.
૧૯૨૭માં પૂ. હરિભાઈનું અવસાન થયા બાદ તેમના લઘુબંધુ શ્રીશંકરલાલ માણેકલાલ દેસાઈએ લાયબ્રેરીને વેગ આપવા અને તેમની સ્મૃતિરૂપે સેવાસંધ' નામની સંસ્થાની સ્થાપના કરી. (કપડવણજની અજોડ સંસ્થા). ગામના નવ યુવાને તથા પૂ. હરિભાઈના સાથે કાર્ય કરનાર વતનના લાડીલા સુપુત્રોએ આ સંસ્થામાં પોતાની શક્તિઓ ખર્ચવા માંડી. ૧૯૩૦માં આ સંસ્થાના યુવાન કાર્યકરો સ્વાતંત્ર્ય સૈનિક તરીકે જેલમાં જવાથી, તે સમયે પ્રગતિ રૂંધાવા લાગેલી. ૧૯૪૭માં આ સંસ્થા તાલુકા મથસ્થ લાયબ્રેરી તરીકે માન્ય થઈ ૧૯૪૮ માં આ સંસ્થાની રજત-મહોત્સવની ઉજવણી થઈ
આ સંસ્થામાં આદ્ય સ્થાપક પૂ. હરીભાઈની પ્રતિમા તા. ૨૫-૯-૬૬ના રોજ સંસ્થાના પ્રમુખશ્રી ડે. વાડીલાલ બાપુલાલ દેસાઈના વરદ હસ્તે મુકવામાં આવેલ છે. આ સંસ્થા હાલમાં તેના વિશાળ મકાનમાં છે. જે શ્રીહરિભાઈ પરિવારના સુપુત્ર સ્વ. શ્રીમાણેકલાલ છોટાલાલ દેસાઈના નામથી તથા મુખ્ય પ્રવેશખંડ તેમના પત્ની સ્વ. ધીરજબેન માણેકલાલ દેસાઈના નામથી શેભે છે. મહિલા પુસ્તકાલય તથા વાચનાલય સ્વ. શ્રી જીવકેરબેન શામળદાસ હરગોવિંદદાસના સ્મરણાર્થે શોભે છે.
આ લાયબ્રેરીની યોજના અને વિકાસ ગુજરાતની અગ્રગણ્ય લાયબ્રેરીઓમાં સ્થાન પામેલ છે. આપણા ગામની આ એક જ્ઞાન ગંગા, જેનું આચમન કરવા જતાં પવિત્ર થવાય.
શ્રીવાડીલાલ પ્રેમચંદ શાહ જેઓ અભ્યાસી હતા. તેમણે મરતાં સુધી આનું સંચાલન કર્યું. એ સમયથી અત્યાર સુધી આ લાયબ્રેરીના વિકાસ માટે (નેટરી તરીકે નહિં પણ પિતાની સંસ્થા ગણી) સફળ સંચાલન કરનાર ગ્રંથપાલ શ્રી મધુસુદન પુરષોતમદાસ દિીને ભૂલાય તેમ નથી. સાથે સાથે તેના વ્યવસ્થાપક શ્રીવાડીલાલ પ્રેમચંદભાઈ શાહ, પછીના સફળ પ્રમુખશ્રી ડે. વાડીલાલ હતા. ક, ગ. ગા-૧૮