SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ કપડવણજની ગૌરવ ગાથા તેના પિતાના મકાનમાં સ્વતંત્ર રીતે વિકાસ પામી. આ લાયબ્રેરીની શરૂઆતમાં ગ્રંથપાલ તરીકે સ્વ. શ્રીરામચંદ દેવશંકર ત્રિવેદી જોડાયા. શ્રીહરીભાઈને મરણ પછી આ લાયબ્રેરીનું સુકાન સ્વ. વાડીલાલ પ્રેમચંદભાઈ શાહે સંભાળેલું. આ તેમની સનિષ્ઠા સેવાનુજ આ વિકસિત પરિણામ છે. ત્યારબાદ શ્રી ડે. વાડીલાલ બાપુલાલ દેસાઈએ વર્ષો સુધી સેવાઓ આપી. હાલમાં કસ્તુરભાઈ નગીનભાઈ શાહ (માજી ધારાસભ્ય-મ્યુ. પ્રમુખ.) સંભાળી રહયા છે. પુસ્તકાલય એટલે ગ્રંથ, જીવનચરિત્રો, સામયિકે, મહાગ્રંથ વગેરેનું સંગમ સ્થળ હોઈ તીર્થ ક્ષેત્ર છે. માનવ સંસ્કારના ઘડતર માટેનું સીંચન માટેનું ચૈતન્ય સ્થળ છે, નંદનવન છે. સ્થાપના વિ. સ. ૧૭૪ આસેવદી ૧૩ શનિવાર ધનતેરસના શુભ દિવસે શ્રીહરીભાઈ દેસાઈના પરમમિત્ર વિદ્વાન શ્રી કલ્યાણરાય નાથુરામ જોષી (નિવૃત આચાર્ય શ્રી દ્વારકા હાઈસ્કૂલ )ના શુભ હસ્તે કરવામાં આવેલી. આ સંસ્થાનું નામ (મકાનના મુખ્ય દાતા) શ્રીશામળભાઈ પરસોતમદાસ હરગોવિંદદાસ છે. ૧૫૧માં મકાન ખરીદી લાયબ્રેરીના મકાન સાથે તે નામ જોડી દેવામાં આવ્યું છે. સંસ્થામાં આવતા દૈનિકપત્રો : ગુજરાત–૫, હીંદી-, અંગ્રેજી-૧ સંસ્થામાં આવતા સાપ્તાહિક પાક્ષિક, માસિક પત્રો ૧૯ તથા ૧૩ અન્ય. સંસ્થામાં આવતાં માસિક-ત્રિમાસિક-વાર્ષિક ૪૧ તથા અન્ય ૨૩. આ લાયબ્રેરી ગુજરાતમાંની પ્રતિષ્ઠિત લાયબ્રેરીઓમાંની અગ્રસ્થાને જે લાયબ્રેરી છે, તેમાંની એક છે. આ યશ તેના સર્વ નિ:સ્વાર્થ સંચાલકે (પ્રમુખ શ્રીવાડીલાલ, બાપુલાલ દેસાઈ, શ્રીનટવરલાલ શામળદાસ પરીખ તથા જેને પિતાના ગણું સંચાલન કરનાર ગ્રંથપાલ શ્રીમધુસુદન પરસોતમભાઈ ત્રિવેદી)ના ફાળે જાય છે. સંવત ૧૭૯ના માગશર સુદ-૧થી આ લાયબ્રેરી પિતાના સ્વતંત્ર મકાનમાં શરૂ થઈ જ્યાં પ્રથમ મહાજનેની એક કમિટિ નીમવામાં આવી. જેમાં આ સંસ્થાના પ્રથમ પ્રમુખ સૌજન્યમૂર્તિ નગર શેઠ શ્રી જેસંગભાઈ પ્રેમાભાઈ હતા. શ્રી પુ. હ, મહાજન લાયબ્રેરીના સંચાલન સાથે તેના ચાલુ સ્વતંત્ર મકાનમાં શ્રી હેમલતાબહેન હેગિટેના વરદ હસ્તે તા. ૧૫-૭-૬રના રોજ નીચેના ભાગે “મહિલા પુસ્તકાલય શરુ કરવામાં આવ્યું. શ્રી પરીખ હરજીવનદાસ ખુશાલદાસની પેઢી તરફથી દાન મળતાં તે અ, સૌ. જીવરબહેન શામળદાસ પરીખ મહિલા પુસ્તકાલય નામે આજે શેભે છે. આમ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy