SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ –કેળવણી ૧૩૫ રા. સા. મગનલાલ જેચંદભાઈ હતા. (જેઓ મધ્રાના વતની હતા. અહીં વકીલાત કરતા હતા.) જેમના પ્રયત્નથી આ લાયબ્રેરીની સ્થાપના થયેલ. તેઓશ્રી એટલા કપ્રિય હતા કે સરકારે તેમને ગાર્મસ એકટમાંથી બાદ કરેલા. “મેરીઅલ ફંડ ” માંથી તેમની બે મોટી છબી તૈયાર કરાવી. (૧) આ લાયબ્રેરીમાં તથા (૨) શહેર સુધરાઈના હેલમાં રાખવામાં આવેલ છે. શરૂઆતમાં આ પુસ્તકાલયના અખબારે, અમલદારે અને મ્યુ. સભ્યના ઘરે ખાસ કરીને વંચવા જતાં. આ પુસ્તકાલયને ઉપગ મેટા ગણતા સે લેતાં. જેથી આમ જનતા તેને લાભ લેતાં સંકેચાતી હતી. હાલમાં આમ જનતા સારી રીતે લાભ લે છે. અખબારે પણ સારા પ્રમાણમાં આવે છે. તથા પુસ્તકની આપ-લે પણ સારા પ્રમાણમાં થાય છે. તેમાં હાલનાં સામાયિકો દરરોજનાં--અઠવાડિક-માસિક વગેરે આવે છે. શ્રીભકિતપ્રસાદ કેશવલાલ ત્રિવેદી જ્યારે આપણે ગ્રંથાલયને વિચાર કરીએ છીએ ત્યારે કપડવણજના એક સપુત યાદ આવે છે. જે અલ્લાહબાદ વિશ્વ વિદ્યાલયના ગ્રંથાધ્યક્ષ છે. તેઓ શ્રીભારત તથા અમેરિકાની સરકાર તરફથી પરદેશગમન કરનાર તરીકે હિંદભરમાં ગ્રંથાલયમાંથી સૌ પ્રથમ પસંદગી થયેલ. તેઓએ યુરેપ અમેરિકાના પુસ્તકાલયના નિરીક્ષણ કરેલ છે. ભરતની સારી એવી પ્રસિદ્ધ લાયબ્રેરીઓમાં તેઓશ્રીએ પિતાની સેવાઓ આપેલી છે. પરીખ પરસેતમદાસ હરગેવિંદદાસ મહાજન પુસ્તકાલય : શ્રીકપડવણજ શહેરની મધ્યમાં શ્રીગોકુલનાથજીના મંદિર પાસે દરજીવાડામાં આ આવેલા છે. આ લાયબ્રેરી હાલમાં પોતાના સ્વતંત્ર મકાનમાં છે. શહેરમાં આમજનતા માટે સુંદર સાહિત્ય જ પીરસવામાં પૂ. સ્વ. ત્યાગમૂર્તિ શ્રીહરિભાઈ દેસાઈને ફાળે છે. (જુઓ ચિત્ર નં. ૬૦) પુસ્તકાલયની સ્થાપના : આ લાયબ્રેરીની સ્થાપના સંવત ૧૯૭૪ આસે વદ ૧૩, તા. ૧–૧૧–૧૯૧૮ને શનિવારે પૂ. હરિભાઈ મા. દેસાઈના શુભ હસ્તે થઈ. શ્રીહરીલાલ મા. શેઠ, પરીખ શામળદાસ પરસોતમદાસ, પરીખ કેવળદાસ હરજીવનદાસ, દેસાઈ કેશવલાલ છગનલાલ, ડે. બાપુલાલ કેશવલાલ તથા દેશી સોમાભાઈ પુનમચંદની સલાહકાર સમિતિ સાથે ફ્રી રીડીંગ રૂમ અને લાયબ્રેરીના નામે શરૂ થયેલી. મકાન તેમજ સાધને શ્રીશામળદાસ પરસોતમદાસ પરીખ તરફથી મળતાં, શ્રી પૂ. હ. મહાજન લાયબ્રેરીના નામે પિતાના મકાનમાં સ્વતંત્ર રીતે વિકાસ માર્ગે શરુ થઈ. આજે ત્રણ-ચાર વરસના ટૂંકા ગાળામાં તથા મહાજનના પ્રયત્નના ફળ રૂપે સંવત ૧૯૭૯ માગસર સુદ ૧૦ થી આ લાયબ્રેરી
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy