________________
૧૩૪
કપડવણજની ગૌરવ ગાથા
સોમજીભાઈ પટેલ એમ બંને ભાઈઓના નામથી શ્રી સવજીભાઈ એન્ડ વિશરામભાઈ કચ્છ કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનની સ્થાપના ઈ. સ. ૧૯૬૮ના શુભ દિવસે કરવામાં આવેલી. કચ્છી વિદ્યાર્થી ભાઈઓને તમામ પ્રકારની સગવડ આપવામાં આવે છે. મીનીપુરા (બાવળીયા કમ્પા)ના શ્રી સવજીભાઈ તથા દુધાયેલના શ્રીવિશરામભાઈ બંને સહેદર છે.
ધાર્મિક શિક્ષણ સંસ્કૃત પાઠશાળા : કપડવણજના જૂના સમયના જાણીતા શ્રમણલાલ પીતાંબર દાસ ત્રિવેદી (મણીલાલ બાપુ)ની હવેલીમાં સવંત ૧૫૧માં સંસ્કૃત પાઠશાળા શરુ કરવામાં આવેલી. પછીથી પટેલવાડાના નાકા સામે શ્રીરઘુનાથજીના મંદિર સાથેની મઢબ્રાહ્મણની ધર્મશાળાના મેડા પર સંસ્કૃત પાઠશાળા મેઢ મિત્રમંડળે શરૂ કરેલ. તેમાં આચાર્યશ્રી પૂ. અમૃતલાલ ગોરધનલાલ પુરાણી હતા. આમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તથા વણિક લાભ લેતા હતા.
જૈન પાઠશાળા : જે મકાનમાં શ્રીમાણેકબાઈ શેઠાણી તરફથી અનાથાશ્રમ અને સદાવ્રતખાતું ચાલે છે. તે જ મકાનમાં જૈન વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન અપાય છે. તેનું નામ શેઠ મણીભાઈ શામળભાઈ ધામક પાઠશાળા છે.
જૈન કન્યા પાઠશાળા : જૈન ઉપાશ્રયમાં બપોરના સમયે ધાર્મિક જ્ઞાન અપાય છે. બહેને બપોરના સમયે લાભ લે છે. ઉપરોક્ત બેઉ જૈન ધાર્મિક પાઠશાળાઓ જૈન પંચ તરફથી ચાલે છે. | મુસ્લિમ શાળા : અંતીસરિયા દરવાજા પાસે કઆની મસ્જિદના મેડા પર શહેર કાજી શ્રીબદરુદ્દીન મહંમદમીયાં કાજી સાહેબ ધાર્મિક જ્ઞાન આપે છે.
કડીયાની મસ્જિદના મેડા ઉપર પણ ધાર્મિક શિક્ષણ અપાય છે.
મજુરશાળા : તા. ૧૪-૪-૩૮ના રેજ સેવાસંઘની યેજના પ્રમાણે એક શાળા મજૂરને અક્ષરજ્ઞાન આપવા ચાલુ કરવામાં આવેલ. થડા સમય બાદ તે બંધ થયેલ.
: વહેતી જ્ઞાનગંગાઃ કપડવણજની દરેક શાળાઓ તથા મહાશાળાઓને પોતપોતાનાં નાનકડાં પુસ્તકાલયે છે. જેને લાભ ત્યાંના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકે લઈ શકે છે. જેની વ્યવસ્થા પણ શાળાઓ સુંદર રીતે કરે છે.
ધી નેટીવ જનરલ લાયબ્રેરી
કપડવણજ શહેરનું સૌથી પ્રથમ ગામ જનતા માટેનું વાંચનાલય છે. આ પુસ્તકાલય પિતાના મકાનમાં શરુ થયેલ. તેને મુખ્ય ફાળે શહેર સુધરાઈના પ્રથમ અધ્યક્ષ