SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ છઠંડું — કેળવણી તા. ૧૯-૫-૧૯૫૬ના રાજ આ શ્રી લક્ષ્મીચંદ મીઠાલાલ છાત્રાલયના આલીશાન મકાનનું ઉદ્ઘાટન ખડાયતા કેળવની મડળના પ્રમુખ શ્રીમાહનલાલ ફુલચ ંદ શાહના શુભ હસ્તે કરવામાં આવેલુ. છાત્રાલયમાં સુરજખેન લક્ષ્મીચંદ ભોજનગૃહ, જયચંદ ધરમચંદ કાર્યાલય નામનું મકાન, ગૃહપતિનિવાસ, ઘેટાલાલ જાઢજી હાલ તથા ટાલાલ ઝવેરદાસ હાલ પણ આવેલા છે. ૧૩૩ શ્રીમફતલાલ કાંતીલાલ વિદ્યાથી ગૃહ તથા શ્રીચીમનલાલ ડાહ્યાભાઈ વિદ્યાથી ભવન અને જીનેવાળા ડાઇનીંગ હોલ કપડવણજમાં મહાવિદ્યાલયેા તૈયાર થયાં, પણ ત્યાં અભ્યાસ કરનાર બહારગામના વિદ્યાથી ઓને રહેવા તથા જમવાની અગવડ નિવારવા શ્રીકેળવણી મંડળે ટેહુલ નાંખી. આ ટહેલ મેસર્સ મફતલાલ કાંતીલાલની કંપનીના ભાગીદારોએ સ્વીકારી અને સારુ દાન જાહેર કર્યું. સાથે સાથે સ્વ. શ્રીચીમનલાલ ડાહયાભાઈના સુપત્ની માયાબહેન દ્વારા શ્રીચીમનભાઈની સ્મૃતિમાં વિદ્યાર્થી ગૃહના એક ભાગ તૈયાર થયે. આ વિદ્યાથી ગૃહ કેાલેજ કમ્પાઉન્ડમાં ઉંચી ટેકરી પર હવા પાણી અને નૈસર્ગિક સૌ સાથે શાંત વાતાવરણમાં ત્યાંની સુંદરતામાં વધારો કરી રહેલ છે- ૭૫ વિદ્યાર્થી એ સારી રીતે રહી શકે તેવું આ ભવ્ય છાત્રાલય છે. કેળવણી મંડળ કોલજના મહારગામથી આવનાર બહેનને માટે એક “ વિદ્યાર્થિની ભવન ”ની વિચારણામાં છે. સવાસો ગામ કડવા પાટીદાર છાત્રાલય શેઠશ્રી મણીભાઈ શામળભાઈના મંગલામાં (અતિસરીયા દરવાજા બહાર માણેકબાઈની ધર્મશાળાના સામેના ખુંગલામાં) શરૂ થયેલ. શ્રી સ. વિ, સો. કચ્છ કડવા પાટીદાર વિદ્યાથી ભુવન : કપડવણુજ મ્યુ. પાણીની ટાંકીની પડોશમાં મ્યુ. હાઈસ્કૂલની પશ્ચિમે પ્રખ્યાત સીંગરવાવની પડોશમાં આવેલ શ્રીકચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં એક વિદ્યાર્થી ભુવન ચાલે છે. આ જમીન સંવત્ ૧૯૮૦ના આસો સુદ ૧૦ (વિજયાદશમી)ને મંગળવારે તા. ૭-૧૦-૧૯૨૪ના રોજ ખરીદી હતી. આ વાડી ઈ. સ. ૧૯૪૪ સમસ્ત કચ્છી પટેલ ભાઈ આએ બંધાવેલ છે. તમામ કચ્છી ભાઈ એએ આવીરીતે પેાતાના વસવાટાની પડોશમાં ઘણી જગાએ (સ્થળે ઉપર) સુદર વાડીઓ બાંધેલ છે. જ્યાં તેમના બિમાર ભાઈ એ તથા વિદ્યાથી ઓ માટે સગવડો રાખે છે. આ સ્થળે પણ એક વિદ્યાર્થી ભુવન શ્રીસવજીભાઈ સોમજીભાઈ તથા શ્રીવિશરામભાઈ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy