________________
*પડવણુની ગૌરવ ગાથા
આ છાત્રાલયનું નામ પૂ. સ્વ. હરીભાઇ દેસાઇના સ્મારક તરીકે તેમના નામથી “ શ્રી હરિ છાત્રાલય રાખ્યું છે. આ સ્થળે તેઓશ્રીની પ્રતિમા તા. ૧૬૧–૧૯૪૮ના રાજ ભારતના આ યુગના ઋષિ પુ. વિનામાજીના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ છાત્રાલયમાં છાત્રોના જીવનને સંયમી આદર્શ નાગરિક ઘડવા માટે આદર્શ સેવક વ્યાયામવીર મુ. શ્રીકુબેરભાઈ દલસુભાઈ પટેલ હતા. તેમને કોઈ યુવાન ભુલશે નહીં. (નડીયાદના વત્ની હતા પણ તેમને કપડવણજને પોતાનું વતન ગણ્યું છે.) આ સમયના જુવાને પોતાના વતન માટે કંઈક કરી છૂટવાની તમન્નાવાળા હતા. આજે પણ આ છાત્રાલયમાંથી શુભ સ ંસ્કાર મેળવી આગળ વધેલા વિદ્યાથીએ તેમના વતનમાં સંસ્કાર ઝરણા વહેવડાવે છે.
૧૩૨
આ છાત્રાલયના વહીવટ ૧૯૪૪થી કેળવણી મંડળના હસ્તક ચાલે છે. ડાકારની સડકે આગળ જતાં આ રિ છાત્રાલયના કમ્પાઉંડમાં જ એક વધુ છાત્રાલય શ્રીમંગળદાસ વિદ્યાથી ભવન ” શેઠ મંગળદાસ રણુોડદાસના ટ્રસ્ટીએ તરફ દાન મળતાં ખાંધવામાં આવ્યું. સાથે સાથે સ્વાવલંબી વિદ્યાથી આ માટે એ નાનાં છાત્રાલય બાંધવામાં આવેલ છે. આ ત્રણે છાત્રાલયોમાં માધ્યમીક શાળાના વિદ્યાથી ઓ સારો લાભ લે છે. શ્રીદશરથલાલ મગનલાલ ભટે શરુઆતની ભાવના તથા જમીનના પ્લોટો પાડી સાડાત્રણ વિદ્યાં જમીન કુવા સાથે છાત્રોના હીત માટે સેવાસંઘને ભેટ આપી. તથા સ્વ. નટવરલાલ આપુલાલ દેસાઇના સ્મરણાર્થે ડો. બાપુલાલના વારસદારો તરફથી પણ ભેટ મળી છે. જે ભૂલાય તેમ નથી.
પ્રથમ ભાડાના મકાનમાં તા. ૧૩-૬-૧૯૪૮ના રોજ સ્વ. રમણલાલ ચંદુલાલ પરીખ ખાસુંદીવાળાના શુભ હસ્તે છાત્રાલયની શરૂઆત થઈ. સ્વતંત્ર મકાન બાંધવા માટે માટો ફાળો એકત્ર કરવામાં આવ્યા. તે બાદ કપડવણજથી મોડાસા તરફ જવાની સડકની જમણી ખાજુ આલીશાન છાત્રાલય આંધવામાં આવેલ છે. કપડવણુજના સુપુત્ર લોકપ્રિય સુધરાઈ અધ્યક્ષ (માછ) શ્રીધીરૂભાઇ કાંટાવાળાના કુટુંબના મેાટા દાનથી તેમનું નામ આ છાત્રાલય સાથે જોડવામાં આવ્યું. ત્રણ એકર જેટલી જમીનમાં આ છાત્રાલય વિકસેલ છે. દૂર દૂરથી ભણવા આવતા ખડાયતા જ્ઞાતિના વિદ્યાથી ઓને ધાર્મિક રીતે પ્રાર્થના વગેરે તેમજ સ્વાશ્રયી બને તેવીરીતે દોરવણી આપવામાં આવે છે. લસુંદરાના વતની શ્રીકાંતીલાલ શીવલાલ તલાટી (કેળવાયેલ) તેના આદશ ગૃહપતિ હતા. (જે કપડવણુજના વ્યાયામ શિક્ષક હરિ છાત્રાલયના ગૃહપતિ અને કપડવણજના હજારો વિદ્યાથી ઓના જીવનમાં આઇ ચેતના રેડનાર હતા. કુબેરભાઈ દસુભાઇ પટેલ કે જે પણ એક સૈનિક છે.) આજે તાલુકાના ગૃહરક્ષક દળના વડા છે. ગામની સેવાસ'ધ સંસ્થાના મહામંત્રી પદે એક વખત રહેલ છે. સેવા ભાવનાના તે પ્રતીક છે.