SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ ભ્ર–કેળવણું કેલેને માટે જરૂરી વિશાળ જમીન (૨૬ એકર જમીન) શ્રીરત્નાકર માતાજીની પડેશમાં પસંદ કરવામાં આવી અને ગુજરાત સરકારે આ જમીન કેળવણી મંડળને ફ્રી ગ્રાન્ટથી આપી. મંડળે બીજી દસેક એકર જમીન ખરીદી રમતગમતના મેદાન માટે તથા પેવેલિયન માટે બીજી સરકારી જમીન મંડળને નેમીનલ રેન્ટથી ૧૫ વરસના પટે આપેલી છે. પારેખ બ્રધર્સ સાયન્સ કેલેજ અને શાહ કેશવલાલ સેમાભાઈ આર્ટસ કોલેજનાં ઘણું જ મેટા ખર્ચે આલિશાન મકાને બંધાયાં, અને કેલેજની શુભ શરૂઆત થઈ. તેનું ઉદ્ઘાટન ઈ. સ. ૧૯૬૧ તા. ૧૫-૬-૧૬૧ ના શુભ દિને ગુજરાત રાજ્યના તે વખતના શિક્ષણ પ્રધાન માનનીય શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના શુભ હસ્તે કરવામાં આવેલું. તે દિવસના અતિથિ વિશેષ પૂ. શ્રી રવિશંકર મહારાજના આશીર્વચન મળેલાં. ત્યાર બાદ સને ૧૯૬૪ તા. ૫-૪-૧૬૪ ના રોજ શ્રીવાડીલાલ મનસુખરામ કેમર્સ કેલેજ શરૂ કરવામાં આવેલી. શ્રીનાબાઈ જાબીરભાઇ સભાગૃહ ? કેલેજની તમામ પ્રવૃત્તિઓના આયેાજને, સમારંભે, મેલાવડા નાટ્યપ્રયોગ વગેરે કાર્યક્રમ માટે એક સભાગૃહની જરૂર જણાતાં દાનવીર શેઠ શ્રી જાબીરભાઈ બદરૂદીન મહેતાએ તેમના પત્ની શ્રીહુસેનાબાઈના નામે સારી રકમની જાહેરાત કરી. હુસેનાબાઈ જાબીરભાઈ મહેતા સભાગૃહ નામ રાખવામાં આવ્યું. સાથે સાથે ૩૦૦ ખુરશીઓ પણ તે સભાગૃહ માટે આપી. વિદ્યાથીભવન : કપડવણજમાં બહારગામથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાને કેઈપણ પ્રબંધ નહીં હોવાથી, સેવાસંઘના કાર્યકરેની દષ્ટિમાં આ અગવડને ઉકેલ લાવવા માટે તેઓએ તાત્કાલિક સંસ્થા તરફથી તા. ૧૪-૬–૧૭૬ ના રેજ ગરવાડામાં કુવા પાસે શ્રી મણીભાઈ શામળભાઈ શેઠના ડહેલામાં વિદ્યાર્થીગૃહ શરૂ કરાવ્યું. (તે સંવત ૧૯૨ ના જેઠ માસમાં શ્રીકુબેરભાઈ દેસુરભાઈ પટેલની ગૃહપતિ તરીકેની સેવાઓથી શરૂ કરવામાં આવેલ.) છાત્રાલયની સગવડતા દૂર કરવા શ્રીયુત પ્રબોધચંદ્ર જેઠાલાલ શાહ તરફથી પિતાના માતા-પિતાના સ્મરણાર્થે હેલ, અને જમીનને કેટલેક ભાગ, ડે. વાડીલાલ દેસાઈ તરફથી ભેટ મળતાં સંવત ૧૯૨ના આસો સુદ ૧૦ (વિજયાદશમીએ) છાત્રાલયને પાયે સ્વ. જેઠાલાલ કાળીદાસ છાત્ર નિવાસ ગૃહ ૧ લાખના ખર્ચે તેમના સુપુત્ર શ્રીપ્રધચંદ્ર તરફથી તથા તેમનાં સુપુત્રી શ્રીમધુકાંતાબહેન ચંદ્રકાંત મ. પરીખના સહકારથી થયેલ. ત્યાં તા. ૧૯-૮-૩૭ના દિવસે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો. છાત્રાલય માટે મુખ્ય સંચાલક શ્રીમાધુભાઈ નાથાભાઈ પટેલ, શ્રીમાણેકલાલ છોટાલાલ દેસાઈ (શ્રીહરીકુંજ સોસાયટીના આદ્ય સ્થાપક) નિમાયા.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy