________________
કપડવણુજની ગારવ ગાથા
થએલા નહી. તે સમય પર આ ધર્મશાળામાં કેટલાક વર્ગોના વિદ્યાથીઓને શિક્ષણ આપવામાં આવેલ. આ ધર્માંશાળાના મકાનના કેટલીક વખત વિદ્યા મંદિર તરીકે ઉપયોગ થએલ છે. આ સ્થળ-શ્રીમાણેકબાઈ શેઠાણીની ધશાળાના મકાનમાં કપડવણજના કેટલાક યુવાનાએ માનસિક અને શારીરિક કેળવણી લીધેલ
૧૩૦
ઇ. સ. ૧૯૬૩ માં અહી નવાગામના વતની કપડવણુજમાં શિક્ષણ મેળવેલ ભાવનાશીલ યુવાન શ્રીગીરધરભાઈ પરસોત્તમભાઈ પટેલે તન, મન અને ધનની ભાવનાઓથી માધ્યમિક શાળાની શરૂઆત કરેલ. નાના રત્નાગિરિ તરફ જવાના રસ્તા પર શ્રીગીરધરભાઈ તરફથી બક્ષીસ કરેલ જમીન પર ‘ગીતાભવન' માંધવામાં આવ્યું. જ્યાં ૧. શ્રીઅમાલાલ ોટાલાલ પ્રાથમિક વિભાગ શારદામ ંદિરનું મકાન બન્યું. અને ૨. શ્રીલક્ષ્મીચંદ મીઠાલાલ કાંટવાળા માધ્યમિક વિભાગ શારદામંદિરનું મકાન બન્યું. નવું મકાન તા. ૧-૩-૭૬ના ખુલ્લુ મુકવામાં આવ્યું. આ મકાનનું ઉદ્ઘાટન વેદાંતઆચાય શિદાનંદજી મહારાજે કર્યું. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની શરૂઆત : રાષ્ટ્રિય સરકારે ક્રૂરજીયાત અને મફત શિક્ષણ તરફ પગલાં ભરતાં શિક્ષણની વ્યાપકતા વધવા માંડી. શિક્ષણ તરફ શાળાએ તથા માધ્યમિક શાળાઓ પણ ગામે ગામ સ્થપાવા લાગી. ઉચ્ચ શિક્ષણની ભૂખ વધવા માંડી. વિદ્વાના, શ્રીમંતા તથા સામાન્ય પ્રજા પણ આ માટે વિચારતી થઈ. ઘણી માટી જવાબદારી, લાખાના વહીવટ માટે કાર્યદક્ષ વહીવટદારોને પણ વિચાર કરવા પડે, તેવું આ કપરું કાર્ય હાવા છતાં ઇ. સ. ૧૯૬૧ માં આસ અને સાયન્સ કોલેજ માટે મોટા દાન કેળવણી મંડળે મેળવ્યાં. શાહ કેશવલાલ સોમાભાઈ આર્ટસ કોલેજ અને પારેખ પ્રધર્સ સાયન્સ કોલેજની સ્થાપના કરી. આ અને કાલે (મહા વિદ્યાલયા) શ્રીચંપકલાલ નવચેતન વિદ્યાલયના મકાનમાં બેસતી, ડાકોરના રસ્તે હરીકુ જ સાસાયટી પાછળ સંસ્થાના વિશાળ મકાના તૈયાર થતાં, અને સંસ્થાઓનાં શિક્ષણ કાર્ય શરૂ થયાં. ઈ. સ. ૧૯૬૪ માં વી. એમ. પારેખ કોમર્સ કોલેજ પણ ત્યાં જ શરૂ થઇ. બહારગામના વિદ્યાર્થીઓ માટે સુંદર છાત્રાલય તૈયાર થયું. કોલેજના વિદ્યાથીએ માટે એન.સી.સી. લશ્કરી તાલીમ ફરજિયાત હાવાથી તાલીમનું કેન્દ્ર સદ્ભાગ્યે કપડવણજ કોલેજને મળેલ છે. કેળવણીક્ષેત્ર કપડવણજ શહેરની ઘણી જ સુંદર પ્રસંશાજનક પ્રગતિ થઈ રહેલ. કેળવણી મંડળના નાના ઝરણાથી સાગર સુધીના પ્રવાહ દૃષ્ટિ ગોચર થાય છે. તે કેળવણીના મહાન ઉપાસક ગૌરવસમા મુ. શ્રીશંકરલાલ હરજીવનદાસ શાહને ફાળે છે. નિઃસ્વાથ સેવકને ધનિકાએ ઘણા જ સારો સહકાર આપ્યા હતા. આ દાન મેળવવામાં શ્રીંનગીનભાઈ વાડીલાલ ગાંધીને ભૂલાય તેમ નથી,