________________
ગૌરવ છ6–ળવણી
૧૨૯
ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેઈનીંગ ઈન્સ્ટીટ્યુટ” તેમજ “પિલીટેકનીક” શરૂ કરવાને ગુજરાત સરકારે નિર્ણય કરેલ છે. જેને માટે રત્નાકર માતાની ટેકરીઓ પર જમીન મંજુર કરેલ છે.
શ્રીમણલાલ પીતાંબરદાસ પરીખ કેમસ સ્કૂલ વિવિધલક્ષી અભ્યાસક્રમમાં કપડવણજના વિદ્યાર્થી ભાઈ બહેનને વાણિજ્ય વ્યાપારી શિક્ષણને લાભ મળે તે દષ્ટિએ શેઠ મણીલાલ પીતાંબરદાસ પરીખના સૌજન્યથી સુંદર મકાન બાંધવામાં આવ્યું. જેનું ઉદ્ઘાટન તા. ૨૯-૯૫૭ રવિવારના રોજ શ્રીમાન ચંદુલાલ માધવલાલ ત્રિવેદીના શુભ હસ્તે થયું હતું. આ શાળામાં ગામના તથા બહારગામના વિદ્યાર્થીઓ સારું એવું ટાઈપીંગ શીખવાનો લાભ લઈ શકે છે. વહીવટ શ્રીકપડવણજ કેળવણી મંડળ સંભાળે છે. - શ્રીચંચળબેન રંગભુવન : વિદ્યાલયના પટાગણમાં એક સુંદર એપન થિયેટરની રચના માટે શેઠ ચંદુલાલ પી. પરીખે તેમના સ્વ. બહેન ચંચળબહેનની સ્મૃતિમાં દાન આપેલ છે. વિદ્યાર્થીઓ મને રંજન માટે આ રંગમંડપને ઉપયોગ કરે છે.
શ્રીઈચ્છાબહેન ચંદુલાલ પારેખ કૃધીશાળા : ઈ. સ. ૧૯૬૧ થી ખેતીવાડી શાળાને અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યું છે. શ્રીઈચ્છાબહેન ચંદુલાલ પારેખ તરફથી દાન મળતાં આ શાળા માટે જમીન અને મકાને પણ થયાં છે. ભવિષ્યમાં સારે વિકાસ થાય તેમ છે.
શ્રી જમનાબહેન લલિતકલા વર્ગ : માનવજીવનને સર્વાગી વિકાસ એ શિક્ષણને મુખ્ય ઉદેશ હોય છે. હૃદયંગમ ભાવેને સ્પર્શ કરતી, પ્રેમ જગાવતી, અંતરાત્માને આનંદ અને પ્રેરણા આપતી લલિતકલાનું પણ જીવનમાં અનેખું સ્થાન છે. કેળવણીમાં લલિતકલાને અભ્યાસક્રમ શરૂ થતાં આ વિભાગના ઉત્તેજન માટે શેઠ શ્રી ચંદુલાલ પારેખ તરફથી તેમનાં સ્વ. બહેનશ્રીજમનાબહેનની પુણ્ય સ્મૃતિમાં આ વિભાગ માટે દાન આપવામાં આવેલ છે.
શ્રીમાણેકલાલ હરિલાલ વકીલ પુસ્તકાલય : સ્વ. શ્રી માણેકલાલ . વકીલના સુપુત્રો તરફથી વિદ્યાલયમાં પુસ્તકાલયની સ્થાપના માટે દાન આપવામાં આવેલ છે.
શેઠશ્રીમંગળદાસ રણછોડદાસના ટ્રસ્ટીઓ તરફથી એક બૃહદ પુસ્તકાલયની યોજના માટે દાન અપાએલ છે,
શ્રીશારદા મંદિર : એક સમય પર શ્રીમાણેકબાઈ શેઠાણીની ધર્મશાળામાં ઈ. સ. ૧૯૨૧ માં રાષ્ટ્રિય શાળાના પગરણ શરૂ થએલ, જ્યારે શહેર સુધરાઈનાં હાઈસ્કૂલમાં મને ક, ગો. ગા-૧૭