________________
૧૨૮
કપડવણજની ગૌરવ ગાથા
પ
.
કાયમ ચિંતને ચાહ્યું હતું. તેમાંના કેટલાક ભાઈઓ શ્રી મેહનલાલ અંબાલાલ પરીખના શેઠવાડાના મકાનમાં તા. ૭-૬-૧૯૪૦ના ભેગા થયા અને તે દિવસે જ “કેળવણી મંડળ” ની સ્થાપના થઈ તેમાં પ્રથમ આચાર્ય તરીકે પ્રતિભાશાળી અને રાષ્ટ્રિય ભાવનાવાળા શ્રી શાંતિલાલ દ. ભટ્ટ પ્રથમ જોડાયા. સંસ્થાનું ઉદ્ઘાટન શ્રીયુત્ પટેલ (વિલકન્યા વિદ્યાલયના આચાર્ય)ના શુભ હસ્તે તા. ૧૩–૬–૧૯૪૦ ના રોજ શ્રીમગનલાલ નરસીંહભાઈની વાડી (જ્યાં તે સમયે મુગટ બાલમંદિર બેસતું) તે વાડીના મેડાઉપર ૧ થી ૫ ધોરણથી શરુ કર્યું.
ડાક વિદ્યાર્થીઓથી શરુ થયેલ આ શાળા જે સંસ્થાપકના ઉચ્ચ આદર્શ ભાવનાએના સુમ બીજમાંથી વિશાળ વડ વૃક્ષ માફક વિકસી રહેલ છે.
* કપડવણજના દાનવીર પારેખ કુટુંબના શેઠ શ્રી ચંદુલાલ પીતાંબરદાસના સુપુત્ર સ્વ. ચંપકલાલના મરણાર્થે મોટું દાન જાહેર કરતાં આ શાળા શ્રીચંપકલાલ નવચેતન વિદ્યાલયના નામે પિતાના સ્વતંત્ર મકાનમાં શરૂ થયેલ છે. આ મકાનનું ખાત મુહંત ગુજરાતના મુકસેવક શ્રી પૂ. રવિશંકર મહારાજની આશિષથી અને તા. ૧૩-૩-૧૯૪ર અને ઉદ્દઘાટન તા. ૯-૬-૧૯૪૬ સ્વ. શ્રીબાળા સાહેબ ખેરના વરદ હસ્તે થયેલું.
સમયની સાથે સાથે મંડળના પ્રણેતાઓએ સંસ્થાને અંગભૂત અલગ અલગ શિક્ષણ વિશિષ્ટ શાળાઓ શરૂ કરેલ છે.
શ્રી શામળદાસ અમીચંદભાઈ હુન્નર ઉદ્યોગ શાળા સ્વ. શામળદાસ અમીચંદના કુટુંબીજનેએ યુવાનોએ બૌદ્ધિક તાલીમ સાથે ઉદ્યોગનું શિક્ષણ અપાય એ શુભ આશયથી મોટી રકમનું દાન શ્રીયુત પ્રિયકાંતભાઈ ઓચ્છવલાલ પરીખ તરફથી સંસ્થાને મકાન બાંધવા મળતાં પ્રોત્સાહન વધ્યું. શ્રીશામળદાસ અમીચંદભાઈ હુનરઉદ્યોગ શાળાના મકાનનું ખાતમુહુર્ત શ્રી સ્વ. પૂ. દાદા માવલંકરના શુભ હસ્તે સને ૧૯૪૫ માં કરવામાં આવ્યું. આ પ્રગતિશીલ પરિવર્તનથી ૧૯૫૧ માં ટેકનીકલ સ્કુલના માટે આ મકાનને ઉપયોગ થયે. ઉચ્ચ કેળવણી માટે કોલેજના સાયન્સના વર્ગો માટે પણ ઉપયોગ થયે. વળી ભવિષ્યમાં કોઈ ઔદ્યૌગિક પ્રવૃત્તિ અહીં થશે.
શ્રી પી. નં ટેકનીકલ હાઈસ્કૂલ શેઠ શ્રી ચંદુલાલ પીતાંબરદાસ પરીખ તરફથી ટેકનીકલ હાઈસ્કુલ” માટે મોટી રકમનું દાન મળતાં શ્રીચંપકલાલ નવચેતન વિદ્યાલય સાથે ‘શ્રીપીતાંબરદાસ નંદલાલ ટેકનીકલ હાઈસ્કૂલ” શરૂ કરી. આર્થિક જવાબદારી હાલમાં ગુજરાત સરકાર હસ્તક છે. ઉદ્દઘાટન ગુજરાતના સર્વોચ્ચ નેતા મુંબઈ રાજ્યના (તે સમયના) ગૃહપ્રધાન માનનીય શ્રી મોરારજીભાઈ દેસાઈને શુભ હસ્તે એપ્રિલ ૧૫૧ માં થયેલ. ટેક્નીકલ હાઈસ્કુલના અસ્તિત્વથી આ નજીકના