SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ હૃકેળવણી ગણી પ્રાણ શું પ્રિય માડી સદાયે, સદા ઉન્નતિ કાજ હારી મથ્યા જે કરી સેવા સારી સુવિખ્યાત કીધા, હરિલાલ ગાંધી તણી ભવ્ય સિદ્ધિ ૪ સ્મરું હું સદાયે ગુરુદેવ ગાંધી, ભૂલું કેમ મૈયા તને હું કદાપિ ? ગુરુચમાં ને મળી માતા તારા, હજારે પ્રણામે હમેશાં હમારા ...પ (વિષ્ણુપ્રસાદ મગનલાલ પંડયા) આ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ વતનની શોભામાં વધારે કર્યો છે. દિવસે દિવસે એ તરફ શહેરના વિચારવંત અને પ્રગતિશીલ નાગરિકેનું ધ્યાન દેરાયું તથા શહેર સુધરાઈના કાર્યદક્ષ સભ્યોએ પ્રતિષ્ઠિત દાનવીને સંપર્ક સાધ્યો. શાળાઓને વિકાસ થયે. શહેર સુધરાઈને શાળાના વિકાસ માટે શેઠ મણીલાલ પીતાંબરદાસ દ્વારા સારી રકમનું દાન આપવામાં આવ્યું, અને શાળાનું નામ “શેઠ એમ. પી. મ્યુ. હાઈસ્કૂલ” કપડવણજ રાખવામાં આવ્યું. તેનું ઉદ્દઘાટન પુન્યવાનના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ શાળામાં : ૧. શ્રીઈચ્છાબેન મણીલાલ પુસ્તકાલય, ૨. શ્રીસમરતબેન સોમાભાઈ સભાગૃહ, ૩. શ્રી ધીરજબેન બાલસંગ્રહાલય. ૪. શ્રી લક્ષ્મીચંદ મીઠાલાલ વાણિજ્ય વિભાગ, ૫. શ્રીઈચ્છાબેન મણીલાલ પરીખ રંગભુવન આ રીતે ઉપરના વિભાગે અસ્તિત્વમાં આવ્યા છે, શ્રી ચંપકલાલ નવચેતન વિદ્યાલય શ્રીકપડવણજ કેળવણી મંડળ સંચાલીત સંસ્થાઓના ઈતિહાસમાં પૂર્વ ભૂમિકા. ' આ મંડળની સ્થાપનાને ઉદ્દેશ ગામના યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના, આદર્શ યુવાનમાં સર્વાગ સુંદર ઘડતર થાય. વતનને અને દેશને સહાયભૂત બને તેવા નાગરિક ઘડવાની ભાવના. પૂ. હરિભાઈ દેસાઈને “પરિવાર” વતનના સેવાભાવી યુવાનના મણકાની માળા, એજ કેળવણી મંડળ, અમારા એ સમયના યુવાનેની તમન્ના પણ પૂ. હરિભાઈ દેસાઈનું અવસાન તા. ૧૯-૧-૧૯૨૭ ના રેજે થયું. તેમના સ્વપ્નાનું સંગઠન સેવાસંઘ' ના રૂપે પ્રગટ થયું. છે રષ્ટ્રીય ભાવનાના સહૃદયી સેવક શ્રી ચંદ્રકાન્તભાઈ શ્રી શંકરલાલ હ. શાહ-શ્રીમેહનલાલ એ. પરીખ–શ્રમણલાલ ગી. શાહ-શ્રીકુબેરભાઈ દ. પટેલ–શ્રીજયશંકર છે. ત્રિવેદીશ્રી માણેકલાલ છો. દેસાઈ–શ્રી માધવભાઈ ના. પટેલ–શ્રીનટવરલાલ ઝવેરી વગેરેના મનમાં
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy