________________
ગૌરવ પાંચમું–ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે
ભૂતકાળની ભવ્યતાનો ખ્યાલ આપે છે. જ્યારે શહેર સુધરાઈએ તેની શતાબ્દિ ઉજવી ત્યારે શહેરની રોનક જોવા જેવી બનેલી. ફેટા જેવા તે વિભાગ વાંચવે
હવામાન સીમાવિસ્તાર તથા આબેહવા: ભારતને ભૂમિપ્રદેશ જે ભવ્ય અને ગુણીયલ ગુજરાતના નામે જાણીતું છે. તેમાં ખેડા જીલ્લો-તેનો ઉત્તરભાગ જે માળ પ્રદેશના નામે ઓળખાય છે, તેમાં કપડવણજ તાલુકે છે. તેનું મુખ્ય શહેર કપડવણજ (આપણું વતન) છે. તે ઉત્તર અક્ષાંસ ૨૩–૨ અને પુર્વ રેખાંશ ૭૩-૪ પર આવેલું છે.
ખેડા જીલ્લામાં આપણુ તાલુકાની સરહદે અમદાવાદ જીલે, સાબરકાંઠા જીલે, મહેમદાવાદ તાલુકે, નડિયાદ તાલુકે, ઠાસરા તાલુકે અને બાલાસીનોર તાલુકે આવેલા છે. અહીં જે જમીન કાળી છે, તેમાં કપાસ થાય છે. જે રેતાળ જમીન છે ત્યાં મગફળી થાય છે. જ્યાં કયારી જસીન છે ત્યાં સારી એવી ડાંગર થાય છે.
હવામાન પવન : માર્ચથી ઓકટોબર નૈવન્ય ખૂણાથી પવન આવે છે. નવેમ્બરથી માર્ચ સુધી ઈશાન ખૂણામાંથી પવન આવે છે. નવેમ્બરથી માર્ચની હવા ખુશનુમા રહે છે. તથા તંદુરસ્તીને માફક આવે છે. માર્ચ એપ્રિલમાં સુકી હવા હોય છે, તે ઉકળાટ કરે છે, જૂનથી ઓકટોબર સુધીની ભીની તથા જરા ભારે હવા હોય છે. ઉનાળે સહેજ વધુ પડતી ગરમી રહે છે, અને શિયાળામાં વધુ પડતી ઠંડી પડે છે. વરસાદ ૭૬ સે.મી. જેટલે સામાન્ચે પડે છે. ૧૫મી જૂન પછીથી વરસાદની શરૂઆત થાય છે, તે જુલાઈ ઓગસ્ટ સુધી રહે છે. ચોમાસાની ખેતીને ખરીફ પાક કહે છે. ઉનાળાની ખેતીને રખની પાક કહે છે. શિયાળાની ખેતીને હરીની પાક કહે છે.
' આ કુદરતી અણધારી આફતો આ આફતે ગુજરાતને આવરી લીધેલ, તેથી તેની અસર આપણા ગામને પણ થાય તે સ્વાભાવિક હોઈ"ધી છે.
પ્લેગ : સંવત ૧૯૫૭ને ફાગણ માસ ઈ. સ. ૧૯૦૧. આપણા વતન પર પ્લેગના ભયંકર રોગનો કાળ પંજો પડે. ભયંકર ભીષણતામાં ભાગ્યશાળી કુટુંબ બચ્યું હશે.' (ઘણે જ ચેપી રોગ છે.) જ્યાં એક શબને બાળીને આવ્યા ન હોય ત્યાં બીજાના શબને બળવા જવા તૈયાર જ રહેવું પડે. કેટલીક નાની ટુંકી જ્ઞાતિઓમાં બાળનાર પણ ના મળે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ કરૂણતાની જ્યારે વૃધ્ધ વાત કરતા ત્યારે આપણને તેની કલ્પના પણ ન આવે તેવી ભયંકરતા વર્તાઈ હતી. આ સમયમાં જનતા પિતાનાં મકાને ગમે તેમ મુકીને ગામથી ૧-૨ માઈલ દુર છાપરાં બાંધીને જતી રહી હતી.