________________
૧૦૮
કપડવણજની ગૌરવ ગાથા
૨. પુ. મહાત્મા ગાંધી સ્થાનિક સ્મારક સમિતિએ આ પ્રતિમા તૈયાર કરાવી કપડવણજ શહેર સુધરાઈન અર્પણ કરી હતી.
૩. શિલ્પકાર : શ્રી શાંતિલાલ કાપડીયા હતા.
નીચેનો લેખ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી) જન્મસ્થળ પરબંદર, જન્મતિથિ ૨-૧૦-૧૮૬૯, સંવત ૧૯૨૫ ભાદરવા વદ ૧૨. પુણ્ય તિથિ તા ૩૦-૧-૧૯૪૮ સંવત ૨૦૦૮ પિષ વઢ ૫, સ્થળ દિલ્હી. - શ્રી હરિલાલ માણેકલાલ દેસાઈ
કપડવણજની જાહેર પ્રવૃતિઓના આત્મા શ્રીહરિલાલ માણેકલાલ દેસાઈ. જન્મ કપડવણજ ભાદરવા સુદ ૧૧ સં ૧૯૩૭ તા. ૪–૯–૧૮૮૧. અવસાન ભરુચ, અષાડ વદ ૫ સં. ૧૯૮૩ તા. ૧૯-૭–૧૯રં૭. આ પ્રતિમાની અનાવરણ વિધિ પુજન મહાત્મા ગાંધીજીના પરમ અનુયાયી આચાર્ય શ્રીવિબા ભાવેના શુભ હસ્તે કરાવવામાં આવી હતી. સ. ૨૦૦૫ તા. ૧૬–૭–૧૯૪૯. સેવા સંઘ કપડવણજ. શિલ્પકાર કાન્તિભાઈ બી પટેલ મુ. સેરા. (જુઓ ચિત્ર નં ૫૭)
સાત રસ્તા ૧. શહેરથી નીકળતાં બત્રીસ કઠાની વાવથી દક્ષિણ તરફનો રસ્તે. ૨. શ્રીચંચળબાઈ ટાવર (કુંડવાવ) થઈ મેચીવાડમાં થઈ દક્ષિણ તરફનો રસ્તે. ૩. કાછીઆવાડમાં થઈ દક્ષિણ તરફ જવાના રસ્તે. ૪. નગરપાલિકા તરફ જતે હોસ્પિટલથી દક્ષિણ તરફનો રસ્તે. ઉપરના ચાર રસ્તાના મધ્યબિંદુપર ગાંધીજીની પ્રતિમા છે. શ્રીહરિભાઈની વિનંતીથી ૮ મે ૧૯૨૧ માં પુ. બાપુ કપડવણજ પધારેલા. પ. પૂ. ગાંધીજીની પ્રતિમાથી પૂર્વ દિશાએ સ્ટેશન તરફને રસ્તે ૬. પ્રતિમાથી પશ્ચિમ તરફ શેઠ જાબીરભાઈ મહેતા હોસ્પિટલને રસ્તે. ૭. પ્રતિમાથી દક્ષિણ તરફ રત્નાગિરિ જવાનો રસ્તો.
ગાંધીજીની પ્રતિમાનું સ્થળ : સારાએ ગામને નકશે, સ્થળે, જોયા બાદ આ સ્થળની પસંદગી કરનાર આપણા ગુજરાતના સુપ્રસિધ્ધ કલાગુરૂ પદ્મશ્રી રવિશંકર રાવળ તથા અમદાવાદના વિદ્વાન આટીટેકટર શ્રી ગીરીશભાઈ દેસાઈએ સેવા સંઘના કાર્યકરોની સાથે રહીને પસંદ કરેલ છે. તે સમયે પુજ્ય શ્રીકલાગુરૂ શ્રી રવિશંકર રાવળે આ પુસ્તકની હસ્તપ્રત તથા ફેટાએનું આલ્બમ જોઈને આશીર્વાદ આપેલા) તેઓએ જૂનાં સ્થાપત્યના ફટાઓ જોઈને ઘણું જ સંતોષ વ્યક્ત કરે.
આ શહેરની રચના જોતાં આપણને ઘણે સ્થળે ચાર રસ્તા ભેગા થતા જોવા મળશે.
આ શહેરના કિલા સાથે તેને અડીને ઉભેલ શહેર સુધરાઈનું ભવ્ય મકાન (જુઓ ચિત્ર નં ૫૮) અને તે પાછળનો કિલ્લાનો દેખાવ (જુઓ ચિત્ર નં. ૫૯) આપણને સહેજ