SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગેરવ પાંચમું—ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે ૧૦૭ આપણું વતન તેના એક પૂર્વ ભાગ તરફ જુના બાબીવંશના રાજવીઓની યાદી તાજી રાખતા નવાબી રાજ્યને પણ જુએ છે. પાસ દે જેની રક્ષા કરે છે. તે શહેરમાં આવેલાં મંદીર, મજીદ અને જિનાલય, નવાં ભવ્ય મકાને અને પ્રાચીન સ્થાપત્ય તથા અવશેષો જોતાં તેની પ્રાચીન તથા અર્વાચીન ભવ્યતાને ખ્યાલ આવી શકે તેમ છે. વિસ્તાર : શહેર સામાન્ય ગોળાકારે ગણી શકાય. કેટને ફરતે ઘેરાવે છે. કેટ રાજપુત યુગને પત્થરેને બાંધેલ છે. મુસ્લિમ શાસનમાં તેને પુનઃ તૈયાર કરેલ છે તેમ લાગે છે. આ શહેરને ચાર દરવાજા તથા એક નાને દરવાજે જેને બારી કહેવામાં આવે છે. ૧. પુર્વદિશાએ અંતિસર દરવાજે. ૨. દક્ષિણ દિશાએ સરખલીયે દરવાજે. * ૩. નૈઋત્ય ખુણામાં મીઠા તલાવને દરવાજે. ૪. પશ્ચિમ દિશાએ નદી દરવાજે. ૫. વાયવ્ય ખુણામાં ઘાંચી બારી (નાને દરવાજે). આ શહેરમાં જુદી જુદી કેમની મળીને ૩૦,૭૪૮ હજાર લેકની વસ્તી છે. (લેખકની ધનાનાં સમયે) ૧૯૫૩ થી ગણતાં આ શહેર વિસ્તાર હરિકંગ સેસાયટી અને વોટર વર્કસના વિસ્તાર સાથે મળીને ૧૦૩૦ એકર એટલે ૧,૬૧૦ ચોરસ માઈલને છે. ૧. શહેરના કિલ્લાની સાથે સાથે સારી એવી ઊંડી ચારે બાજુ પાકી બાંધેલ ખાઈએ પણ હતી. આ દરવાજાના ફેટા જોતાં જ માલમ પડે કે દરવાજા ભવ્ય હતા. તેનાં કમાડો પણ તેટલાં જ મેટાં હતાં. દરેક દરવાજે દરવાનને બેસવા માટે ઉંચા ઓટલા હતા. મીઠા તલાવના દરવાજાના તથા સરખલીયા દરવાજાના ઉંચા ઓટલા અમારી નજર સામેના છે. નદી દરવાજે જે અત્યારે નાને દેખાય છે તે જમીન ઉંચી આવવાથી નાને દેખાય છે. પહેલાં મુસ્લીમ વંશના રાજ્ય અમલ દરમ્યાન આ સ્થળેથી ગજરાજે મહેર નદીના હાથિએ આરે પાણી પી જતા હતા તેમ કહેવાય છે. આજે તે અંતિસરીયો દરવાજો, મીઠા તલાવને દરવાજે નામશેષ પણ નથી. સરખલીયે (દક્ષિણ) દરવાજે એ એક પવિત્ર સ્થળ બની ગએલ છે. આ સ્થળે પૂજય રાષ્ટ્રપિતા સ્વ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું મુખાવિંદ શહેર તરફ છે. (જુઓ ચિત્ર નં. ૫) આ તરફ શહેરના સાત બાજુના રસ્તાઓને સુમેળ થાય છે. - રાષ્ટ્રપતીની પ્રતિમા : ૧. આ પ્રતિમા મૂલ્લી મૂકવાની ક્રિયા ભારતના રેલવે પ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના | શુભ હસ્તે તા. ૭–૪–૧૯૫૩ ના થએલ. તેઓશ્રી તે પછી ભારતના વડાપ્રધાન થએલા.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy