________________
ગરવ થું-ધાર્મિક સ્થળ
મહેતા વિગેરેની હાજરીમાં ભગવાનને દૂધથી પક્ષાલન કરવામાં આવેલ, પણ વાત્રકના જળ પ્રવાહમાં કઈ સ્થળે દૂધને પ્રવાહ દેખાયેલ નહીં (લેખકના પિતાશ્રીએ કહેલી વાત) પ્રાચીન યુગની આ અકંલકથા છે.
શ્રીઉત્કંઠેશ્વરમાં ભાવિકેની—યાત્રાળુઓની સગવડ ખાતર હાલના ગાદીપતિશ્રી પૂ.મહંત શ્રીરામકુંવરગીરી નર્મદાગીરે આ સ્થળેથી ધૂણી ધખાવી ઘણે વિકાસ કર્યો હતે.
શ્રીઉત્કંઠેશ્વરના દેવળની સામે શ્રીજગદંબા અંબાજીનું સ્થાનક છે. તથા ડાબી બાજુ તરફ પૂ. મહંતજીનું ગાદીનું સ્થાનક છે, તેની સાથે જ અન્નપુર્ણા માતાનું દેવળ છે.
ખેડા જિલ્લા પંચાયત તરફથી એક સારી સગવડતાવાળુ વિશ્રાંતિગૃહ બાંધવામાં આવેલ છે. સાથે બાથરૂમ તથા પાણીની વ્યવસ્થા કરવામાં મહંતશ્રીને અમૂલ્ય ફાળો છે.
૧. પાણીની ટાંકી સ્વ. મીસ્ત્રી અમથારામ અમીચંદના સ્મથે તેમના સુપુત્ર લહમીચંદ અમથારામ તથા શ્રીમુળચંદભાઈ અમથારામે બંધાવી છે. (અસારવા, અમદાવાદ)
૨. પાણીની પરબવાળી રૂમ શેઠશ્રી મફતલાલ ગગલભાઈના ચી. શેઠ નવીનચંદ્રભાઈ તરફથી બંધાવેલ છે.
૩. શ્રીધનજીભાઈને પુણ્યાર્થે તેમના પિતાશ્રી નગીનદાસ હરજીવનદાસ રહેવાસી અમદાવાદ સરસપુર, સાળવીવાડ તેમણે પરબડી બંધાવી સ. ૧૯૮૫ જેઠ સુદ ૨ રવિવાર
૪. પૂ. મંહતશ્રીની ગાદી કે જ્યાં અખંડ ધૂણી ચાલુ છે તે બેઠક શ્રીમંગળદાસ જમનાદાસ પટેલે બંધાવી આપેલ છે. (નાની સાળવીવાડ, સરદારપુલ, અમદાવાદ)
૫. ગાદીની પાસેની બે જમણી બાજુની ઓરડીએ ગામ કઠલાલ સમસ્તની છે.
૬. ગાદીની પાસેની ઓરડીએ દલવાડી શ્રી અમરનાથ માણેકલાલ જેઠાલાલ તરફથી બંધાવી આપેલ છે. સંવત ૨૦૧૯
૭. સવાસે ગેળના પટેલ ભાઈઓ તરફથી ઓરડી બાંધવામાં આવી સંવત ૨૦૧૪. જ્યારે તેની ઉપરની એક ઓરડી શ્રીમાભાઈ હરીભાઈ પટેલ નરસિંહપુરવાળાએ બંધાવી છે.
૮. અમદાવાદના અમરાઈવાડીના શ્રીમાન પટેલ શીવાભાઈ ગણેશભાઈ તથા શ્રીછેટાલાલ ગણેશભાઈ તરફથી રૂમ બંધાવી આપી. સં ૨૦૧૨ માં ગાદીને અર્પણ કરી.
અમદાવાદ અમરાઈવાડીના શ્રીમાભાઈ પરસોતમદાસ તથા જૂના વાડજના પટેલ રણછોડભાઈ ત્રીજોવનદાસ તરફથી સં ૨૦૨૩ માં રકમ ભેટ આપી.