________________
૯૪
કપડવણજની ગૌરવ ગાથા
ઋષિઓએ ભેજન સમયે જણાવ્યું કે અમે એક પહેરે તૈયાર થયેલું ધાન્ય જમીએ છીએ. ત્રિકાળજ્ઞાની મહામુનિ જાબાલીએ રષિએની મનેભાવના જાણી, ધાન્ય ઉગાડ્યું, મહામુનિને મન કોઈ વિકટ સમસ્યા ન હતી. જટા પછાડી જાન્હવીને જન્મ આપ્યો, (આજની ઝાંઝરી) જાન્હવીના જળ ફરી વળ્યાં. માટીના થર પર ધાન્ય ઉગી નીકળ્યું. ઋષિઓ મુંઝાયા. બીજું બહાનું શેધી કાઢ્યું. ઋષિઓએ જણાવ્યું કે શ્રીકાશી વિશ્વનાથના દર્શન કર્યા વિના અમે અને ગ્રહણ નહીં કરીએ. શ્રી જાબાલીએ ધ્યાન ધર્યું. ધરતીના પેટાળમાંથી શ્રીમહાદેવજીનું મસ્તક બહાર આવ્યું. ઋષિએ સ્તબ્ધ બની ગયા અને મહામુનિના ચરણમાં આળોટયા.
ઋષિઓની ઉત્કંઠાથી પ્રગટ થયેલા શ્રીમહાદેવ ઉત્કંઠેશ્વર કહેવાયા. ગામડાની જનતા તેમને ઉંટડીયા મહાદેવ તરીકે ઓળખે છે.
આજે પણ શ્રી ઉત્કંઠેશ્વરમાં મહાદેવનું મસ્તક ભાગ, શ્રી કાશી વિશ્વનાથમાં કટીભાગ અને શ્રી પશુપતિનાથમાં ચરણ ભાગ હેવાનું મનાય છે. શ્રી ઉત્કંઠેશ્વરની યાત્રા કર્યા વિના કાશી વિશ્વનાથની યાત્રા અપૂર્ણ ગણાય છે. કાશી યાત્રા કરી ત્રિવેણી સંગમમાંથી લાવે ગંગાજળ શ્રીઉત્કંઠેશ્વરને ચઢાવ્યા પછી જ ગંગાજળને ઉપયોગ કરવામાં આવે છે.
આજ પણ હરદ્વારના કુંભમેળા સમયે ગંગાસ્નાન કરનાર યાત્રાળુઓ “જ્ય ઉત્કંઠેશ્વર નો ધ્વનિ કરે જ છે.
કેટલાક કહે છે કે મહામુનિ જાબાલી આ લિંગ કાશીથી લાવેલા, અને અહીં સ્થાપના કરી. તેમણે અહીં નિવાસ કરે.
મહામુનિ જાબાલીની પ્રતિમા કપડવણજના વતની સ્વ. ઝવેરલાલે કરાવેલી. જેમણે સન્યાસ લીધેલે, તેમનું સમાધિ સ્થાન વરસી રણછોડજીના મંદિર પાછળ આમલી એ આગળ છે.
પ્રતિમાનું આદિસ્થાપન કપડવણજના વયોવૃદ્ધ વિદ્વાન પુરાણી વૈદ્ય અમૃતલાલ ગીરધારીલાલના શુભ હસ્તે થયેલ છે.
શ્રીઉત્કંઠેશ્વર ભગવાનને ચઢાવેલ જળ કે દૂધ ક્યાં જાય છે તે તપાસતાં તું નથી. કહેવાય છે કે તે જળ કાશીમાં મણકણુકાના ઘાટ પાસે નીકળે છે.
આ તપાસમાં ત્યાં પાસે નદી પર પિોલીસ (પહેરેગીર) ગોઠવીને આંબલીયારા (ભાથીજીના આંબલીયારા) સ્ટેટના સ્વ. રાજની જાલમસીંહ ઠાકોર સાહેબ તેમના રાજવૈદ્ય દોલતરામ વલ્લવરામ (લેખકના પૂ. પિતાશ્રી) તેમજ ડેમાઈના વતની સ્વ. શ્રીગણપતરામ નથુરામ