SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ર કવષ્ણુની ગૌરવ ગાથા વાંચો “ મહાગુજરાતનાં શિલ્પ-સ્થાપત્ય ” પીડેશ્વરી માતાનું મંદિર. પીઠાઇ : ઉ. અ. ૨૨”-૫૪ પૂ. રૂ. ૭૨”-૫૬ કપડવણજથી ૧૧ માઈલ આશરે દૂર આ ગામ છે, ત્યાં શ્રીપીઠેશ્વરી માતાજીનુ મંદિર સવત પાંચમા છઠ્ઠા સૈકા જેટલું પુરાણુ લાગતુ છે. આ પ્રાચીન દેવાલય છે. દર વર્ષે ભાદ્રપદ સુદ ૮ (દુર્ગાષ્ટમી) એ મોટો મેળા ભરાય છે. આ મેળા વખતે કપડવણજ, કઠલાલના વેપારીઓની દુકાનેા મંડાય છે. ભાવિકાની માટી ભીડ હાય છે. આ દેવળ પીઠાઈ ગામની બહાર એક મોટા ચોગાનમાં ઘણા પગથિયાવાળા પરથાળ પર બંધાયેલ છે. પગથિયાં ચઢતાં પરથાળ પર ડાબી બાજુ એ યુગ જૂની પ્રતિમાએ છે. તેમજ આગળ ચઢતાં જમણી બાજુ ગે!ખમાં શ્રીનૃસિહજીની પ્રતિમા શ્યામ પત્થરની છે. દેવળની જમણી બાજુ પ્રવેશતાં ડાખી બાજુ શ્રીગણપતિજી તથા શ્રીમહાદેવજીનુ દેવળ છે. પ્રાચીન સ્થાપત્યરૂપ ભીતમાં પ્રતિમાઓ છે. તેમાં એક બાજુ શ્રીશંકરપાવ તીનું તાંડવ નૃત્ય અને ખીજી બાજુ શ્રીરાધાકૃષ્ણની પ્રતિમાઓ છે. ડાખી બાજુ વાયુપુત્રની નાની મોટી પ્રતિમાઓ છે. શ્રીપીડેશ્વર માતાજીની પ્રતિમા ” થી છણા ફૂટની ડાબી બાજુએ છે અને જમણી બાજુએ દશભૂજા વગેરે દેવ દેવીઓની પ્રતિમાઓ છે. શ્રીમાતાજીની પ્રતિમાને કાઈ પુરુષવર્ગ અડકી શકતા નથી. (અડકતા નથી). તેને કેટલાક લોકો કળશી (સેાળ) છે.કરાંની મા કહે છે. પ્રાચીન સમયમાં આ દેવળ વિશાળ હતું, કહેવાય છે કે તેના સવારના ધજાને પડછાચે સરસવણી અને સાંજના પડછાયા કઠલાલ સુધી પડતા. સરસવણી તાલુકે મહેમદાવાદ ગુજરાતના મૂકસેવક પૂ. રવિશંકર મહારાજની જન્મભૂમિ. કઠલાલ તા. કપડવણુજ પૂ. આપુજીના સાનિધ્ય સેવક શ્રીનરહરિભાઈ દ્વારકાદાસ પરીખની જન્મભૂમિ. મુસ્લિમ યુગમાં સંવત ૧૩૧૭ અદ્યાઉદ્દીન ખીજીના સમયે આ દેવળના ધર્માંધતાના પાપે નાશ કર્યાં. આ પત્થરોથી કઠલાલમાં મસ્જિઢ બાંધવા પ્રયત્ન કરેલે પણ મસ્જિદ તૂટી પડતાં, છેવટે આ પત્થરા મહેાર નદીમાં નાખી દેવામાં આવેલા. જે આજે મૌજુદ છે. શ્રીમાતાજીના મંદિર નીચે એક ભોંયરું' છે, કે જે સદંતર બંધ રહે છે. તેની ધાર્મિક ક્રિયા અને કપડા ખર્ચના રૂા. ૩૫- દર વર્ષે વર્ષાસન તરીકે કપડવણજ કચેરીમાંથી મળતા હતા,
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy