________________
ગૌરવ
શુંધાર્મિક સ્થળો
૮૧
રૂપમાં ભગવાને ચોર અને મુદ્દામાલ જે જ્યાં સંતાડેલ તે બતાવવાથી ઠાકરે ચોરી કરનાર સેનીને ગીરફતાર કરી ભગતની માફી માંગેલ. ભગતે તરત જ ખડાલ છેડી ડાકેર જઈ નિવાસ કરવા વિચાર્યું, ભગત દર પૂનમે ડાકોર જતા. રસ્તામાં તેરણ ગામે રહેતા, પટેલ વલ્લભજી રામજીભાઈને ત્યાંજ મુકામ કરતા. આ વખતે ખડાલ છેડીને ડાકેર જાય છે તે જાણ થતાં, ભગતને તેરણામાં જ રહેવાને ભક્ત વલ્લભજી તથા ગામ લોકેએ આગ્રહ કર્યો. શ્રી રણછોડ ભગત તેરણામાં રેકાયા. રાતે ભગવાને સ્વપ્નમાં આદેશ આપ્યું કે અહીં જ મુકામ કરે, અને મારી મૂર્તિ અમુક સ્થળે દટાયેલ છે તે બહાર કાઢે, પ્રાણપ્રતિષ્ઠા કરે. શ્રીવલ્લભજી વિગેરેને આ વાત કરતાં બધાએ ખેદકામ કર્યું, અને ત્યાંથી શ્રીભગવાન લક્ષ્મીનારાયણ, ગરૂડજી, તથા હનુમાનજી વગેરેની મૂર્તિઓ મળી. આ સ્થળે સં. ૧૭૮૦માં પ્રતિમાઓની સ્થાપના કરી.
શ્રી રણછોડ ભગતના જીવનને એક પ્રસંગઃ કઠલાલના એક ઉત્સવમાં ભાગ લેવા ગયેલા. તે વખતે તેમણે બન્ને હાથ ભેગા કરી કંઈક મસળતા હોય તેમ કરતાં તેમના હાથ કાળા થયા, વડોદરાના બ્રાહ્મણ યુવાનેએ પુછતાં તેમણે જણાવ્યું કે દ્વારકામાં ભગવાનને ચંદર મસાલથી સળગ્યું હતું તેને બુઝાવ્યું છે. આ વાતની તપાસ કરવા યુવાને દ્વારકા ગયા, ત્યાંના પુજારીએ જણાવ્યું કે આ દિવસે તોરણાના ભગત રણછોડજી અહીં હતા અને તેમણે આ સળગેલે ચંદર બુઝાવી બચાવી લીધું છે. આ યુવાને પાછા ફર્યા, તેરણા જઈને ભગતને વંદન કર્યા.
તેરણા ભગતના પગલે પાવન થયું. ધન્ય બન્યું. આ વાત સ્મરણીય છે. ભગતના વારસદારો સુખી છે. આ દેવળમાં ઘણી જ પ્રાચીન મૂર્તિઓ છે.
પીઠેશ્વરી માતાજી શક્તિ પૅડની મુખ્ય દેવી, મહિષાસુર મર્દીની. આવી ભવ્ય પ્રતિમા બીજા કેઈ સ્થળે નથી, જેની ઊંચાઈ ૬ ફુટ ના ઈચની છે. પ્રાચીન દેવળ હાલમાં નવેસરથી બાંધવામાં આવેલ છે. આ પ્રતિમાઓ પ્રાચીન શિલ્પ અને સંસ્કૃતિની શોભા છે. જેમાં મહિષાસુર મર્દીની ચતું ભૂજ મૂર્તિ, મહિષાસુર મર્દીની અછભૂજા મૂર્તિ, શ્રી પીઠેશ્વરીની દશભૂજા મૂર્તિ, ઉમા મહેશની મૂર્તિ, બેડિયારની મૂર્તિ, મહિષાસુર મર્દીની (અંબા સ્વરૂપ) રૂષિરાજ, વાશરી માતૃકા-ઉમા મહેશ, ઈદ્રાણી માતૃકાસંભવની રૌન્દ મતિ, તપ કરતા બ્રાહ્મણની મૂર્તિ–નરસિંહ ભગવાન, વિષ્ણુ તથા ભૈરવ વગેરે પ્રતિમાઓનાં દર્શન આ સ્થળે કરી શકાય છે.
લ. હરિભાઈ આર ગૌદાનીના લેખના આધારે. સાભાર) છે. ગૌ. ગા-૧૧