SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ ચોથું-ધાર્મિક સ્થળે શ્રીમાતાજીની મુખ્ય પ્રતિમાજી આ સ્થળેથી નિકળેલાં છે. પ્રતિમાજીની સાથે જ નવા પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવેલ. દર રવિવારે અને મંગળવારે શહેરના અનેક નરનારી વૃંદ દર્શનાર્થે જાય છે. આ દેવળને ચગાન બંધાવવાના ખર્ચમાં એક મુસ્લીમભાઈને પણ હાથ છે. જેઓ આ માતાજીના ઉપાસક હતા. આ સ્થાનકના વહિવટમાં પહેલેથી જ શ્રી કપડવણજના દાનવીર ધર્મભુષણ શેઠ હરિશચંદ જાલીવાલાના સ્વ. પિતાશ્રી વાડીલાલ ચુનીલાલ હતા. હાલ તે જ સંભાળી રહ્યા છે. તેઓ એક મહાન શકિત ઉપાસક છે. ભવાઈ- મેટા તથા નાના રતગિરિ માતાજીના સ્થાન પર ભાદરવા સુદ ૧૨ થી ચાર દિવસ સુધી ભવાઈ થાય છે. બહારગામના નાયક ભાઈઓ તથા અન્ય ભાઈઓ ભવાઈ કરે છે. હાલમાં તેઓ સારા સંવાદો, નાટક વગેરે ગ્રિામ કરે છે. જે ઈચ્છાવા યોગ્ય છે, પણ સં. ૨૦૦૦ પહેલાં શરમની વાત છે કે માતાના સ્થાને બીભત બોલી, આર્ય સંસ્કૃતિને ડાઘ લગાડતા હતા. તે સમયના ભવાઈના અગ્રેસર વ્યવસ્થાપક શ્રીમણીલાલ ભાઈશંકર ત્રિવેદી તથા શ્રી મગનભાઈ બાબરભાઈને આ અસભ્યતા દૂર કરવા જણાવેલું, તેમણે વચન આપેલું કે હવેથી બાભ્ય વણીને પ્રતિબંધ થશે. હવે સારી રીતે વર્તાય છે. વહિવટદારે પુરતી દેખરેખ રાખે છે. શ્રી રણછોડજીનું મંદિર : કપડવણજની એક બાજુ આવેલ ગોપાલપુરામાં એક નાનકડું દેવળ તેમજ ધર્મશાળા છે. અહીં એક કુવે છે. જેનું પાણી સારૂં ગણાય છે. આરીતે પ્રજાને ઘણોખરે ભાગ આ કુવાનું પાણી વાપરે છે. (નળ આવતાં પહેલાં) સોમનાથ અને રત્નાગિરિના રસ્તાના જોડાણ પર અધુરું દેવળ છે, જે એક લલ્લુભાઈ કાછીયા પટેલ નામના ભાઈએ શરૂ કરેલ પણ તેમનું મરણ થવાથી અધુરૂં જ રહ્યું. મંદિરની ધર્મશાળા પાછળ પશ્ચિમે ત્રણ સમાધિ સ્થાન: ૧. બાબા મહારાજ શ્રીગંગાદાસજીનાં પગલાં. સંવત ૧૯૪૮ના ફાગણ વદ ૪ બુધવાર બાબા વનનાળીદાસે પગલાં બનાવાયાં છે. ૨. સુંદદાસજી ચરણ વનમાળીદાસના સંવત ૧૯૪૨ વરસ મીતી મહા સુદી છે ને સેમવારે પધરાવ્યાં. ૩. પગલાં છે. લેખ નથી, પણ કલ્યાણદાસનાં હોવાનો મત છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy