SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા આ દેવળ ભેગીલાલ રતનજી શાહે બંધાવેલ, તેમજ ચોગાન શેઠ મગનલાલ નરસી. હદાસે બંધાવેલ છે. આ મુળ માતાજીની અખંડ જ્યોત નાનાં રત્નાગીરી (રત્નાકર) માતાયે લઈ જવામાં આવેલી. માતાજીના સ્થાનકથી ૧૫૦-૨૦૦ ફુટે મીઠા પાણીને કુવો છે. કપડવણજ તાલુકાના તથા અન્ય સ્થળના પ્રવાસી યુવાને અહીં આવી આનંદ પ્રમોદમાં મહાલે છે. શ્રીનાનાં રત્નાગિરિ માતાજી (રત્નાકર) શ્રીસેમિનાથ મહાદેવના અગ્નિ ખૂણે અને શહેરના દક્ષિણ ખૂણે સરખલીયા દરવાજાથી સીધા એકાદ માઈલ દૂર શ્રીનાના રત્નાગીરી માતાજી બીરાજેલ છે. સીધે રસ્તે જતાં રેલ્વે લાઈનના પાટા ઓળંગી જમણી બાજુ શ્રીમનાથ જવાને રસ્ત અને સીધે માર્ગ રત્નગિરિને છે. માર્ગમાં જતાં એક પુરાણી વાવ આવે છે. કેઈ કહે છે કે-કઈ પુણ્યાત્મા વણઝારાની આ કીત છે. આ ટેકરી પર એક કુવે છે. જે શ્રીછગનલાલ અમથાલાલ વહાણદલાલના સ્મર્ણાર્થે તેમના પુત્રો તફથી સંવત ૧૯૯૧ મહાસુદ ૫ તારીખ ૮-૨-૧૯૩૫ સમરા. આ કુવાનું પાણી પાચન શક્તિ માટે સારું છે. પુજારીએ પડોશમાં નાનકડો બગીચે બનાવવા કેશિશ કરેલી છે. શ્રીમાતાજીના દેવળની જમણી બાજુ એક ધર્મશાળા છે. ત્યાં મહંત રહે છે. ઉજાણી નીકળનાર સર્વ આ ધર્મશાળામાં ભેજનની વ્યવસ્થા કરે છે. મંદિરના બાંધેલા ચોગાનમાં હોમ હવનાદિ ક્રિયાઓ થાય છે. આ ટેકરીનાં હવા પાણી સારા હોઈ આરોગ્ય ધામ છે. શહેરના શ્રીમંત વર્ગે ઓરડીઓ બંધાવેલી છે, તે સર્વે માતાજીને સમર્પણ કરેલ છે. તેને તેહીવટ ફકત વહીવટદારે કરે છે. દરેકને આ ઓરડીઓનો લાભ મળે છે. આ સ્થળે દર વર્ષે ભાદ્રપદ શુકલ ૧૨ થી ચાર દિવસ સુધી રાત્રી દિવસ મેળો ભરાય છે. હોટલે, કંઈઓ તથા અન્ય નાના વેપારીઓ પોતાની દુકાને ચાલુ રાખે છે, ચારે દિવરાત્રે અહીં ભવાઈ રમાય છે. લોકોની રાશે અને દિવસે અવર જવર રહે છે. મંદિરની છબી બાજુ એક ચેતરે બંધાવેલ છે. જ્યાં પક્ષીઓ દાણે પાણીથી કિલેલ કરે છે. મંદિરની જમણી બાજુ ઓટલા પર ઓરડીઓ તથા તે સાથે ધર્મશાળા છે. મંદિરની પાછલી બાજુ નાનું મહાદેવનું એક દેવળ છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy