SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ગરવે ચોથું–ધાર્મિક સ્થળો દહેરી છે. સર્પ વિગેરે ઝેરી જમવામાં ઝેર આ સ્થાનકે ઉતારવામાં આવે છે. દર નૂતન વર્ષે (કારતક સુદ ૧ના દિવસે) દરેક કેમના ભાવિકે દર્શનાર્થે આવે છે. જેના શરીરમાં ભાથીખત્રીની છાયા લાગે છે, તે તેમને પુજારી ફકત પાણી છાંટીને સર્પવિષ ઉતારે છે. નૂતન વર્ષે જેને મહારાજની અસર લાગે છે, તે દરેક જાતનાં આયુધ ખેલે છે અને વર્ષ ફળને સાર પણ કહે છે. ખત્રી: ઠાકોર વગેરે કેમ મૂળ રાજપુતમાંથી ઉતરી આવેલ છે. ક્ષત્રિી શબ્દને બદલે ખત્રી બેલે છે) ભાથીખત્રીને ભગવાન નહીં પણ મહારાજ કહેવામાં આવે છે. ફાગવેલ તેમનું શહીદ સ્થાન છે. (વાંચો ફાગવેલ) સંત પુનિત સંકીર્તન ભુવનઃ આ સંસ્થાનું પ્રભુ કીર્તન ભુવન. ગુજરાતના નરસૈયા સમા પૂજ્ય પુનિત મહારાજના આશીષ મેળવેલ શિષ્ય શ્રી નરહરીભાઈ ત્રીકમલાલ પારેખના પ્રબળ ફળના એક પ્રતિકસમું આ સંકીર્તન ભુવન, તા. ૨૭-૮-૬૬ સંવત ર૦રર શ્રાવણ સુદ ૧૨ના રેજ ભારતના સુપ્રસિદ્ધ, રામનામના પ્રખર પ્રચારક મહાપ્રભુ, ચૈતન્ય સમા સંત શિરોમણી શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજના શુભ હસ્તે આશીર્વાદ સહ આ સંકીર્તન ભુવનનું ઉદ્દઘાટન કરવામાં આવેલું. ગુજરાતના સંતના નામે જે સંસ્થા છે તે, (સંસ્થાનું ઉદ્દઘાટન ભારતના સંત શિરોમણીના શુભ હસ્તે થાય તે પણ ઈશ્વર કૃપા સમાન છે.) ગુજરાત અને ભારતભરમાં “શ્રી રામ જય રામ જય જય રામ”ને માન જાપ મંત્ર આ બને તેએ જનતાના હૈયામાં ઉતાર્યો છે. આ આશ્રમમાં પૂ. પુનિત મહારાજશ્રીનું પણ તેલ ચિત્ર પધરાવેલ છે. આ આશ્રમમાં દરરેજ ખૂબ ભાવથી પૂજન કિર્તન તથા ગરીબોને રેટી વિગેરે અપાય છે. સામાજીક, ધાર્મિક તથા તબીબી રીતે જનતાને સહાયરૂપ થાય છે. રામનામ બેન્ક ચાલુ છે. અહીં એક ચેતરે છે. જે કપડવંજના યુવાન તથા લેકસેવક એવા શ્રીપરિક્ષીતરાય ભેગીલાલ ત્રિવેદીએ, પિતાના માતુશ્રી પરશનબહેનની સ્મૃતિમાં, જનતાના લખેલા રામનામના મંત્રોના ભંડાર પર એ ચેહરે સંવત ૨૦૨૩ના આ સુર્દ ૧૦ને ગુરૂવારે તારીખ ૧૨–૧૦–૬૭ના રોજ કરાવેલ છે. તથા અર્ધા એટલે શ્રીનટવરલાલ કેશવલાલ ત્રિવેદીએ કરાવેલ છે. શ્રીનરહરીભાઈએ આ સંસ્થાની સાથે જ પિતાનું જીવન સમર્પણ કરેલ છે. આ સ્થળે એક જુની મહાવીર ટોકીઝ હતી. તેનું ક્ષેત્રદળ ૧૮૦ ચોરસવાર છે. આ સંસ્થાના વહીવટ ટ્રસ્ટીઓ દ્વારા ચાલે છે. અહીં નીરૂબહેન સુરેશચંદ્ર દેસાઈ “સત્સંગ હૈલ” છે, આ આશ્રમના વિકાસમાં શ્રીનરહરીભાઈ ભગત ઉપરાંત (૧) શ્રી છોટાભાઈ ગોવિંદભાઈ પટેલ (ર) શ્રીભીખુભાઈ પ્રેમાભાઈ પટેલ (3) શ્રી ઉકાભાઈ ખુશાલભાઈ પટેલ (૪) શ્રી ડાહ્યાભાઈ ભીખાભાઈ પટેલ વગેરે સજજોએ તને મન અને ધનને સાથ આપેલ છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy