________________
૭૦
કપડવણજની ગૌરવ ગાથા
તેનું સેલંકી કાળનું મંદિર દેલમાલમાં છે, અને નાવીએની લિંબાનું મંદિર પાટણમાં છે. આ પ્રતિમા “સર્વમંગલા દેવીની પ્રતિમા જેવી છે. ઐતિહાસિક સીગરવાવના ઇશાન ખૂણે તલાવમાં નાનકડી દેરી છે. તે નવી કેમની કુળદેવી છે. આ પ્રતિમા આ સ્થળે છે, તેની ખબર વૈદ્ય શંકરદાસ ભુખણદાસ તથા તેમના ભાઈ શ્રીજીવણદાસને સ્વપ્ન દ્વારા થતાં, આ સ્થળની જમીન ગામના મુખી પાસેથી મેળવી, સં. ૧૮૭૫ના વૈશાખ સુ. ૫ ગુરૂવાર તારીખ ૨૯–૪–૧૮૧૮ના રોજ. ધાર્મિક વિધિથી આ સ્થળે દેરીને જીર્ણોદ્ધાર સંવત ૧૯૨૨ આ સુદ ૨ બુધવાર તારીખ ૧૦-૧૦-૧૮૬૬માં કરવામાં આવેલ. આ સ્થળનું ચોગાન આશરે પ૦૫ ચેરસકુટ છે. છતાં તેમાં દેરી ખૂબજ નાની છે. સાથેનું ખેતર આ વૈદ્ય કુટુંબને વૈદ્યકિય ધંધામાં ખુશ થઈને આપેલું. જે શ્રી માતાજીને ચરણે અર્પણ કરેલ છે. જેની આવક માતાજીના હોમ હવન ઝિયાદીમાં વપરાય છે. આ વૈદ્ય કુટુંબ પિતાનાં કુળદેવી તરફ સંજોગવશાત નિષ્ક્રીય છે. એ શેકની વાત છે. આસો સુદી ૮ દુર્ગાષ્ટમી દશેરા ને ચૈત્ર સુદી ૮ શ્રીલિંબજ જોતી વખતે અહીં નવી કેમનાં આ બાલ, વૃદ્ધ, બહેને વિગેરે આવે છે. હવન ધાર્મિક ક્રિયાઓ થાય છે. પહેલાં એક સાધુ રહેતા, સમય જતાં જંગલ જેવા સ્થળે કેઈ રહેતું નહીં. જુગારીઓ તથા અસામાજીક તત્વેના અડ્ડ જામતા. હમણાં એક ભાઈ દશ વર્ષથી રહે છે, જેથી કેઈને ત્યાં જઈને બેસવાનું મન થાય. આ નાનકડી દેરીની પાછળ એક મેટે કૂવે છે. તે શૈદ્ય દોલતરામ વલ્લવરામની સંયુકત પેઢીથી શૈદ્ય જેઠાલાલ દલતરામે સંવત ૨૦૦૪માં તેને તૈયાર કરાવ્યું. આ સ્થળને વહીવટ વૈદ્ય કુટુંબના સભ્ય કરે છે. લેખકનું કુટુંબ)
શ્રીકાલકાજીઃ કેટલાક કપડવણજીઓથી અજાણ એવી એક નાનકડી દેરી ગરેડ જતાં રસ્તામાં શહેરથી પૂર્વમાં આશરે એક માઈલ દૂર છે. આ બાજુના ખેતરમાં જનાર ખેડૂત દેવીનાં દર્શન કર્યા વિના આગળ વધતા જ નથી. હાલની દેરી નાની છે, છતાં જનું શિખર કે જેના ભગ્નાવિશેષ પડેલ છે. તે જોતાં લાગે છે કે આ દેવળ પહેલાં કંઈક મેટું હોવું જોઈએ. અહીં એક મટે વડ હતે. પાશમાં ખાખરા હોવાથી કેટલાક ખેડૂતે તેને ખાખરી માતા કહે છે. દર વર્ષે ચૈત્ર સુદ ૮ તથા આસો સુદ ૮ના રોજ હવન વિગેરે કિયા તેમજ ભવાઈ પણ થાય છે.
શીલાથીખત્રીજીઃ અંતિસરિયા દરવાજા બહાર ઈશાન ખૂણે શ્રીમાણેકબાઈ શેઠાણીની ધર્મશાળાથી કાનપરુ (વૈયબપુર) જવાના માર્ગે કપાસનું જીન, તેલની મીલ અને તલાવ આવે છે (કેરણખાણની તળાવ). આ તળાવ પાસે નાનકડું લલ્લુરૂ છે. જમણી બાજુ ખુલ્લુ હનુમાનજીનું સ્થાનક છે. આ સ્થળધી કસનપરૂ શરૂ થાય છે. જ્યાં ધર્મવીર શહીદ શ્રીભાથીખત્રી મહારાજનું નાનકડું દેવળ છે. ગુજરાતમાં ઘણાખરા સ્થળે-ગામમાં આ ધર્મવીરની