SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણના ગોરવ ગાથા પણ આ મુળ સ્થાનક પર દર વર્ષે દુર્ગા અષ્ટમી સે સુદ ૮ ના જ કેટલાક દરજી ભાઇ જાય છે. આજે પણ દર કામમાં પુરોહિત (ગેર) આ મંદિરની પૂજા કરે છે. કંસારવાડાના ચલે ૨૦૦ થી ૩૦૦ ઘરે કંસાર ભાઈઓમાં હતાં, અને તેઓ ટાંક્લાની ડુંગરીથી આ પતિમાજી લાવેલા, શેઠ શ્રીશામળભાઈ નથુભાઈની પિાળમાં મંદિરમાં લાવેલ. હાલ કેટલાક તેને હર્ષદપળ પણ કહે છે. દર વર્ષે દુર્ગાષ્ટમી પર હમ હવનદિ ક્રિયા પણ ઘણી જ ધામધુમથી થાય છે. શહેરની હિન્દુ જનતા ઉત્સાહથી ભાગે લે છે. આ દેવળનું પ્રવેશદ્વાર દક્ષીણામુખે છે. શ્રી માતાજીની પ્રતિમા પશ્ચિમાભિમુખી છે. શક્તિની આવી પ્રતિમા આ વિભાગમાં છે. આ દેવળ શ્રીઅષ્ટાપદજીના ભવ્ય છવાલયના પશ્ચાતારે છે. દેવળનું ક્ષેત્રફળ ૩૮૭–૩૭૫ ચોરસ ફુટના આશરે છે. તેની પુજા વિગેરે ધાર્મિક ક્રિયા ચિંતામણજીની ખડકીમાં રહેતા ગોર કરે છે. શાસ્થી આ શહેર વસ્યુ ત્યારથી જ આ શાસ્થદેવીને વાસ છે. લમ પછી વરકન્યા પ્રથમ અહીં દર્શન માટે આવતાં ચરમાં પૂજન કરે છે. * શ્રી અંબાજીઃ ભડકણની ખડકીમાં પ્રવેશતાં જમણા હાથે ગૃહ મંદિર જેવું આ મંદિર છે, તેનું પ્રવેશદ્વાર પૂર્વાભિમુખે છેમંદિરમાં પ્રવેશતાં સામે પશ્ચિમાભિમુખે શ્રી જગદંબા અંબિકા, સરસવંતી, શ્રીકામુક્ષા, અને શ્રીવિષ્ણલક્ષ્મીજીની પ્રતિમાઓ છે. પ્રવેશતાં જમણે હાથે શ્રીમહેશ્વરની પ્રતિમા અને બે હાથે શ્રીવાયુપુત્રની પ્રતિમા છે. શ્રી દુર્ગાની સ્થાપના દેશી છગનલાલ મુળજીભાઈ નામના સદગૃહસ્થ કરી છે. તેને વહીવટ તથા પુજનાદિ વિધિ વગેરે કાર્ય નટવરલાલ મણીલાલ ભાઈશંકર ત્રિવેદી કરે છે. ' શ્રી રાધાકૃષ્ણનું મંદિર : બેબીકુઈ પાસે નાનકડું મંદિર છે. શ્રીગંગાશંકર ધર્મશાળા મંદિર, શ્રીમેટું રામમંદિરઃ મોટા સુથારવાડે દોક સૈકા જુનું આ મંદિર છે. (જુઓ ચિત્ર . ૪) સવંત ૮૨હ્ના આસુદી ૧૫ શનિવાર તા. ૯-૧૦–૧૮૧૩ ના રોજ ઈનામદાર બ્રહ્મભટ્ટ પથુભાઈએ આ દેવળ બંધાર્થી શ્રીરામ-લક્ષમણ જાનકીજી અને હનુમાનજીની પ્રતિમાઓની સ્થાપના કરેલી. આ દેવળમાં પ્રવેશતાં જમણી બાજુ શ્રીગંગેશ્વર મહાદેવની સ્થાપના છે. ગુલાબસિંહ કાકુછ બારેટે ગંગેશ્વર મહાદેવની સ્થાપના અને દેવળ બંધાવેલ. જે શ્રીપથુભાઈનાં ભાઈ ગેલાભાઈએ કરાવેલી. આ દેવળમાં કેટલેક ભાગ મેડાબંધી છે. જેમાં ચાલું મહંત પુજારી રહે છે. આ મંદિરનાં દ્વાર બે છે. એક ઉત્તરાભીમુખે અને બીજુ પૂર્વાલિમુખે છે અને પ્રતિમાઓ પશ્ચિમાભિમુ છે. તેને વહીવટ ઇનામદાર બ્રહ્મભટ્ટ મુળજીભાઈ વહેલાભાઇનાં કુટુંબીઓ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy