SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ આ પર્વ મહિમા દર્શન કલ્યાણક રૂપે થયે તેવા આજના દિવસને આપણે કલ્યાણક તરીકે કે ઉજવીએ છીએ. આરાધીએ છીએ. તે ઉજવીએ શી રીતે ? તે રાજાને સન્માન, ભજન અને સત્કાર કરીએ છતાં દરેકમાં તેમની આજ્ઞા ઉપર ધ્યાન રખાય છે, તેમ પુણ્ય દિવસ ઉજવતાં પ્રભુની આજ્ઞા ઉપર ધ્યાન દેવાની જરૂર છે. आज्ञाराद्धा विराद्धा च शिवाय च भवाय च. વીરભગવાને જે વાણી આજ્ઞા હુકમ રૂપે કહી, તે વાણી ગંગાના જળ જેવી નિર્મળ વાણું જ ભવ્ય જીવેના આંતર મેલેને ધોઈ નાખવા સમર્થ છે. ભગવાનની આજ્ઞા રહિતપણે સ્વેચ્છાએ કરાતી ઉજવણીથી આત્મકલ્યાણ થતું નથી અને આંતર મેલ વાત નથી. આથી મહાવીરની વાણું તમારું કલ્યાણ કરે જેઓ પ્રભુનાં જન્મકલ્યાણની મહત્તા સમજીને ઉજવશે અને ભગવાનની વાણી મુજબ વર્તન કરશે, તે મોક્ષ સુખ પામશે. –સંગઠ્ઠન પ્રેમી શ્રી નિત્યદય સાગરજી ગણિવર્ય છે અક્ષય તૃતીયા પવ માહાત્મ્ય છે. (શાસનમાં પ્રથમ સુપાત્ર દાન) राधशुक्लतृतीयायां, दानमासीत् तदक्षयम् । पक्षियतृतीयेति, ततोऽद्यापि प्रवर्तते ॥१॥ श्रेयांसेपिज्ञमवनौ, दानधर्म प्रवृत्तवान् । (कलिकालसर्वज्ञ भगवान् हेमचंद्रसरि. त्रि.) જૈન, જૈનેતર માન્ય અક્ષયતૃતીયા. સામાન્ય રીતે અખિલ જૈન જનતા તે શું પણ સમસ્ત હિંદુ કેમ અક્ષયતૃતીયાના દિવસને ઉત્તમ દિન અને પર્વ દિન તરીકે માને છે. તે અક્ષય તૃતીયાને દિવસ વૈશાખ સુદ ત્રીજને કહેવાય છે. તે દિવસની ઉત્તમતા જગતમાં પ્રચલિત થવાનું કારણ એ જ કે ભગવાન શ્રી ષષભદેવજીને બાર માસિક તપસ્યાનું પારણું, તે જ દિવસે શ્રેયાંસકુમારે શેરડીના રસથી કરાવ્યું હતું. જો કે તીર્થકરોને પહેલે
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy