SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષયતૃતીયા પર્વ માહાતમ્ય ૧૯૧ પારણે ભિક્ષા દેનાર મહાપુરુષોના નામે શાસ્ત્રોનાં પાને તે ચઢેલાં છે. અને તેની સાથે ભગવાન 2ષભદેવજીને પહેલા પારણે એટલે બારમાસીના પારણે ઈશ્કરસનું (‘ઉત્તમ પાર મણિ સાવ નિ જા રૂર૦) દાન દેનાર મહાપુરુષ શ્રેયાંસકુમારનું નામ પણ શાસ્ત્રોને પાનામાં ચઢેલું છે, છતાં કઈ પણ તીર્થકરના પારણને દિવસ જે આખી જૈન કેમમાં જાહેર પારણરૂપે પ્રખ્યાતિ પામ્યું હોય અને જૈનેતર કામમાં પ્રસિદ્ધ પર્વ દિવસ તરીકે પ્રસિદ્ધ થયે હોય તે તે ફક્ત આ એક વૈશાખ સુદ ત્રીજને જ દિવસ કે જેને સર્વલે અક્ષય તૃતીયા (અખાત્રીજ) તરીકે માને છે. અખાત્રીજની જાહેરાતનાં કારણે. આ પારણાના અખાત્રીજના દિવસને વધારે જાહેરાત મળવાનાં કારણે તપાસીએ. ૧. આ આખી અવસર્પિણીમાં પાત્રદાન જે પ્રવર્યું છે, તેની જડ ગણ–તે આ અખાત્રીજને જ દિવસ છે! ભગવાનૂ કષભદેવજીને પારણને દિવસે જે પાત્રદાન દેવામાં આવ્યું તેની પહેલાં કોઈ મનુષ્ય પાત્રદાનને સમજતું જ ન હતું ( તાવ નળ નાઇવાં fમવા? પિતા મિનારા? માય૦ ૦ ૦ ૦ ૨૩) અને તેથી ભગવાન્ રાષભદેવજી મહારાજે દીક્ષાને અંગે તે માત્ર છઠની તપસ્યા કર્યા છતાં જે વર્ષ દિવસ (મજવું કામ સંવરજીમતિ વિદરમાળો આવ૦ ૦ ૦ ૨૨૮) સુધી તપસ્યા કરવી પડી તે કેવળ પાત્રદાનની પ્રવૃત્તિ ન હોવાને અંગે જ હતી. ૨. આ અખાત્રીજને દિવસે પાત્રદાનની પ્રવૃત્તિ પહેલવહેલી થએલી હોવાથી લોકોને સાધુ માર્ગનું અક્ષયપણું લાગ્યું અને તેથી આ દિવસને અક્ષયતૃતીયા એટલે અખાત્રીજ કહી. (ભગવાન ગષભ દેવજીના દીક્ષાકાળ પછી આ પાત્રદાનની પ્રવૃત્તિનો કાળ બાર મહિના અધિક હોવાથી જ ભગવાન ઋષભદેવજીની સાથે સંસાર છોડીને દીક્ષિત થએલા ચાર હજાર સાધુઓ (વિવાદુપીર રહિ સાર સે સાવ નિ૦ ૦ રૂટ) લજજાને લીધે ઘેર પણ જઈ શક્યા
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy