________________
૩૧૩
અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. એવી રીતે આત્માને નારકઆદિ પર્યાયથી અનુભવ કરતાં (પર્યાના બીજા બીજાપણા રૂપ) અન્યપણે ભૂતાર્થ છે-સત્યાર્થ છે તે પણ સર્વતઃ અખલિત (સર્વ પર્યાયભેદેથી જરાય ભેદ રૂપ નહિ થતા એવા) એક ચૈતન્યાકાર આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમાં સમુદ્રને, વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું). ભૂતાર્થ છે--સત્યાર્થ છે તે પણ નિત્ય-સ્થિર એવા સમુદ્ર સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છેઅસત્યાર્થ છે; એવી રીતે આત્માનો વૃદ્ધિ હાનિ રૂ૫ પર્યાય ભેદોથી અનુભવ કરતાં અનિયતપણું ભૂતાર્થ છે- સત્યાર્થ છે તે પણ નિત્ય-સ્થિર (નિશ્ચલ) એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમ સુવર્ણના, ચીકણપણું, પીળાપણું, ભારેપણું આદિગુણરૂપ ભેદેથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, પણ જેમાં સર્વ વિશે વિલય થઈ ગયા છે એવા સુવર્ણ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. એવી રીતે આત્માને, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદેથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે- સત્યાર્થ છે, તે પણ જેમાં સર્વ વિશે વિલય થઈ ગયા છે એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમ જળને અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણુતા સાથે. સંયુકતપણુરૂપ-તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં (જળને) ઉષ્ણુ પણારૂપ સંયુકતપણે ભૂતાર્થ છે-સત્યાર્થ છે