________________
૩૪
તે પણ એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા સાથે) સંયુકતપણું અભૂતાર્થ છેઅસત્યાર્થ છે, એવી રીતે આત્માને કર્મ જેનું નિમિત્ત છે એવા માહ સાથે સંયુકતપણુરૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક - પણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તેપણું જે પોતે એકાંત બધબીજરૂપ સ્વભાવ છે તેની (ચૈતન્ય ભાવની) સમીપ જઈને અનુભવ કરતાં સંયુકતપણું અભૂતાર્થ છે–અસત્યાર્થ છે.
ભાવાર્થ- આત્મા પાંચ પ્રકારથી અનેક રૂપ દેખાય છે: (૧) અનાદિ કાળથી કર્મ યુગલના સંબંધથી બંધાયેલ કર્મપુદ્ગલના સ્પર્શવાળે દેખાય છે. (૨) કર્મને નિમિત્તથી થતા નર, નારક આદિ પર્યાયામાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. (૩) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છે–એ વસ્તુ ને સ્વભાવ છે તેથી તે નિત્ય-નિયત એકરૂપ દેખાતું નથી, (૪) વળી તે દર્શન, જ્ઞાન આદિ અનેક ગુણેથી વિશેષરૂપ દેખાય છે અને (૫) કર્મના નિમિત્તથી થતા મેહ, રાગ, દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુ:ખરૂપ દેખાય છે. આ સૌ અશુદ્ધદ્વવ્યાર્થિંકરૂપ વ્યવહારનયને વિષય છે. એ દૃષ્ટિ (અપેક્ષા) થી જેવામાં આવે તે એ સર્વ સત્યાર્થ છે. પરંતુ આત્માને એક સ્વભાવ આ નયથી ગ્રહણ નથી થતું અને એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? આ કારણે બીજા નયને–તેના પ્રતિપક્ષી શુદ્ધદ્રવ્યાર્થિકનયને–ગ્રહણ કરી, એક અસાધારણ જ્ઞાયકમાત્ર આત્માને ભાવ લઈ, તેને શુદ્ધનયની દષ્ટિથી સર્વ પદ્રવ્યથી ભિન્ન, સર્વ પર્યાયમાં એકાકાર, હાનિ