________________
"૫૦
અર્થ:- મંદ કષાયવાન અજ્ઞાનીને છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ તપે કરી જે શુદ્ધિ થાય છે, તેથી અનંતગણી વિશુદ્ધતા ભેજન કરતાં છતાં પણ સમ્યજ્ઞાનીને થાય છે.
अलौकिक महोत्तं ज्ञानिनः केन वर्ण्यते ।
अज्ञानी बध्यते यत्र ज्ञानी तत्रैव मुच्यते ॥ ५३ ॥ અર્થ- (અહે! ઈતિ આશ્ચર્યો) જુઓ જ્ઞાની પુરુષનું જે મહાન અલકિક ચારિત્ર છે, તે કોનાથી વર્ણન થઈ શકે તેમ છે? અર્થાત કેઈથી નહીં. કેમકે જે આચરણમાં અજ્ઞાની કર્મથી બંધાઈ જાય છે, એજ આચરણમાં જ્ઞાની બંધનમુક્ત બને છે. આ આશ્ચર્યની વાત છે. यत्र बालश्चरत्यस्मिन् पथि तत्रैव पंडितः ।
बाल स्वमपि बध्नाति मुच्यते तत्त्वविद् ध्रुवम् ॥ ५४ ॥ અર્થ - જે માર્ગમાં અજ્ઞાની ચાલે છે, એજ માર્ગમાં વિદ્વાન સમ્યગ્દષ્ટિ પુરુષ પણ ચાલે છે. પરંતુ અજ્ઞાની પોતાના આત્માને બાંધી લે છે અને તત્વજ્ઞાની બંધ રહિત ચોક્કસ બને છે. ભાવાર્થ- આ સમ્યજ્ઞાનનું માહાસ્ય છે. જેમ એક માછલું એવી જાતનું હોય છે કે જાલમાં આવી જવા છતાં તેને તેલ નાખવાની એનામાં શક્તિ હોય છે, તેથી તે જાલને તેડી બહાર નીકળી જાય છે જાલમાં ફસાતું નથી. આ પ્રકારની સમ્યજ્ઞાનીની ગતિ હેાય છે