________________
स्याउ उत्पीतयेऽज्ञस्य तत्तदेवा पदास्पदम् । विभेत्ययं पुनर्यस्मिंस्तदेवानन्द मंदिरम् ॥ ५५ ॥ અર્થ - અજ્ઞાની મનુષ્યને જે જે વિષયાદિક વસ્તુ અત્યંત પ્રીતિ અર્થે થાય છે, તે તે વસ્તુ જ્ઞાનીને આપદાનું સ્થાન છે. અજ્ઞાની જે તપશ્ચરણાદિકમાં ભય કરે છે, તે જ જ્ઞાનીને આનંદનું દિવ્ય ધામ બને છે. કેમકે અજ્ઞાનીને અજ્ઞાનના કારણથી વિપર્યય (વિપરીત) ભાસે છે."
आस्तांन बन्ध हेतुः स्याज्ज्ञानिनां कर्मजा क्रिया। चित्रं यत्पूर्वबद्धानां निर्जरायै च कर्मणाम् ॥ ५६ ॥ અર્થ - જ્ઞાનીઓને કર્મથી થવાવાલી ક્રિયા બંધને હેતુ નથી બનતી એ વાત તે છે જ પરંતુ આશ્ચર્ય તે આ વાતનું છે કે તે ક્રિયા કેવળ પૂર્વે બાંધેલ કર્મોની નિર્જરાનું જ કારણ છે. "
જ્ઞાનીનું ચિહ્યુંवैराग्यं परमोपेक्षा ज्ञानं स्वानुभवः स्वयम् । तवयं ज्ञानिनो लक्ष्म जीवन्मुक्तः स एव च ॥ ५७ ॥
અર્થ – સમ્યજ્ઞાની, વૈરાગ્ય-પરમ ઉદાસીનતારૂપ જ્ઞાન અને પિતાના આત્માને અનુભવ સ્વયં કર્યા કરે છે. વૈરાગ્ય (પરમ ઉદાસીનતા) અને સ્વાનુભવ એ બને ચિહ્ન જ્ઞાનીનાં છે, અને તે જ જ્ઞાની જીવન મુક્ત છે. સમ્યગ્દષ્ટિને દ્રવ્યકર્મ, ભાવકર્મ, નકર્મ આદિ આત્માથી ભિન્ન સર્વે પદાર્થો ઉપર માધ્યસ્થભાવ