________________
૫]
દેશના મહિમા દર્શન બાંધવાનાં કારણે સમજાવાય, ત્યારે જ જડમાં જકડાયાની સમજાવટ થઈ શકે જડમાં જકડાવાનું કારણ એ જ આશ્રવ, અને જે અંગે કર્તવ્ય શું? કર્તવ્ય એ કે–જડમાં ન જકડાઈએ, તે જ સંવર. જડમાં
કડાઈ એ નહીં તે રસ્તે તે સંવર, એટલું નહીં, પણ જકડાવવું બે પ્રકારનું હોય છે.
અગ્નિ સેનાને, ઘાને, મણને પીગળાવે પણું સાથે હોય ત્યાં સુધી, અગ્નિ ખસી જાય પછી સોનું, મીણ, ઘી થીજી જાય. કેટલાક કારણોને નાશ થાય તે પણ કાર્ય રહે. ભઠ્ઠીમાં ઘડાનું પાકાપણું, તે અગ્નિ ઓલાય તે પણ પાકાપણું ન ખસે.
જડના જકડામણના કારણોમાં વર્યા, તો તે આગળ જતાં ઘણું નુકશાન કરશે. તે માટે બંધ તત્ત્વ માન્યું. જડની એ જકડામણ સોંસરવી નીકળવાની. જકડામણથી છૂટવાના પણ રસ્તા છે. તેનું જ નામ નિજર. જકડામણ કદી થઈ ગઈ તો પણ તેથી ઠ્ઠી જવું તેનું નામ નિર્જર. જકડામણ પણ એવી તોડે કે ફરી એવી જકડામણ થાય જ નહીં. નહીંતર કેઈપણ એ સમય નથી કે જેમાં જકડામણ જીવ તોડતો નથી.
કેદમાં પડેલે કેદી દરરોજ કેદ કપે છે, છ મહિનાની સજા થઈ એક દિવસ ભગવ્યું, એટલે તેટલી જેલ કાપી. કેદી દરેક દિવસે જેલ કાપે છે. જીવ દરેક સમય કર્મ કાપે છે, તેટલી નિર્જરા થાય છે. પણ અહીં તત્ત્વ તરીકે તેવી નિર્જરા લેવી છે કે-જે ભવિષ્યમાં અંશે પણ જકડામણ રહે નહીં અને નવી જકડામણ થાય નહીં.
શાસ્ત્રકારોને, આ જીવને જડચેતનનું જ્ઞાન આપીને બેસી રહેવું નથી.
જકડામણ આગળ છેને કેવું નુકશાન કરે છે તે સમજાવવું છે. તે વગેરે સમજવું, તે જ સમકિત. જડ-ચેતન જાણવા સાથે જકડામણ રોકવાના-તેડવાના રસ્તા જાણવા, ફેર જકડામણ થાય નહીં તે જાણવું, તે વગેરે ની માન્યતા તે જ સમક્તિ.
માન્યતાનું નામ સમકિત કેમ રાખ્યું ? જ્ઞાન સુંદર, વર્તમાન સુંદરપણું છતાં ત્યાં સમ્યકત્વ શબ્દ લાગુ ન કર્યો. સમ્યફ ચારિત્ર