________________
9. જડ અને ચેતન
અંતરની ચીજ, પણ એ બધી ચીજ પુદ્ગલની મદદે મેળવેલી આત્માની ચીજ મન, વચન, કાયા નથી. શું કંચન, કામિની, કુટુઅ, કાયા આત્માની ચીજ છે? ત્યારે આત્માની ચીજ કઈ? તે જ સમકિત. વેદનીય કર્મ, નામ, ગેસ, આયુ, મન, વચન, કાયા ચાલ્યા જાય તો પણ જેમાં ન્યૂનતા ન આવે, તે જ તમારી ચીજ. તે વસ્તુને ઓળખે તો તમારી ચીજને ઓળખે. જીવાદિ તત્વની શ્રદ્ધા તે સમકિત.
જડની જકડામણ ખરી રીતે જડ અને ચેતન—બે તત્ત્વ કહેવાં હતાં. નવ ને સાત તો શા માટે કહ્યાં? જડ અને ચેતન બે જ તવે છે, પછી સાત ને નવ તત્વ શા માટે? સાત ચીજે જુદી બતાવે તે ખરા ! પુણ્ય ને પાપ જીવ અજીવથી જુદા બતાવે ! તેમજ બંધ ને નિર્જરા, આશ્રવ ને સંવર, મેક્ષ ને જીવથી જુદા તે બતાવે? પછી તેને સાત કે નવ તરીકેની જુદાઈ કઈ રીતે કહો છે? જીવ અને અજીવ બેમાં જ તે સાત કે નવ તત્ત્વ છે. પછી નવ તવ શા માટે કહ્યાં? જીવ અજીવનું જ્ઞાન શા માટે કરાવવું?
“સૂર્ય છે એમ બોલે કે ન બેલે. બોલવાથી સૂર્ય નથી થયા, ન બોલે તે તે ભાગી જવાનું નથી. તેમ છવ છે એ સર્વકાળ માટે જીવ છે. જીવ કહે યા તે ન કહે. માને કે તે પણ તે જીવ છે તે છે જ. જેમાં તમારા કહેવાથી કંઈપણ ફરક પડતું નથી, જે વિધાનમાં કાંઈ બીજું કે નવું કરવાની, રોકવાની, કે પલટાવવાની તાકાત હોય તેવાં જ વિધાન કરાય. અહીં તમે જીવ તરીકે કહો અને અમે તેમ માનીએ; પરંતુ તેથી તમારા જ્ઞાનના પ્રભાવે નથી જીવપણું આવવાનું, નથી અજીવપણું થવાનું, તે શા માટે તે કહેવા જોઈએ? ' જીવમાં જીવપણું સવકાળ માટે છે. અજીવપણું પણ સર્વકાળ માટે છે. પછી તેને સાત અને નવ તરીકે કહ્યા શા માટે? તે સમજે કે જડ અને ચેતન કહેવાનું કારણ એ જ કે ચેતન, જડમાં જકડાઈ ગયું છે. જડમાં જકડાયેલા જીવને જુદા પાડવાનું સમજાવવા માટે તે છે, આશ્રવ કર્મ