SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના સહિમા દર્શલ ઘરબાર ન હોય. તે ભટકતી જાત કરતાં આપણી આ જાત ભૂંડી હોય છે. પેલી ભટતી જત, માલ ટોપલામાં નાંખી કે પિઢીયા ઉપર ભરી જોડે લઈ જાય છે. માલ સાથે લઈને ફરવાવાળી ભટકતી જાત, જ્યારે આપણે માલ મૂકીને ભટકવાવાળી પ્રજા! આખી જિંદગી દ્રવ્ય કરેડનું ઉપાર્જન કર્યું. ચકવતી માફક લાખ સ્ત્રીઓ પર. કુટુમ્બ યાદ માફક મોટું ભેગું કર્યું. શરીર હજાર ગાઉનું મોટું કર્યું. તેમાંથી લઈ જવાનું શું ! સરવાળે શૂન્યને વેપલે. આખી જિંદગી વેપલો કર્યો. આ ચાર વસ્તુ મેળવવાને પંપ. કર્યો કંચન, કામિની કુટુમ્બ અને કાયા. પછી સરવૈયામાં છેવટે સાથે શું આવવાનું ? કંચનાદિ ચારે અહીં મૂકીને જવાનું. હા, લુહારીયા કમાણી ટપલામાં નાંખીને સાથે લઈ જાય. આપણે ખાલી હાથે. જવાના. જન્મજન્મ આપણે મહેનત કરી, આપણે વસ્તુ મેળવી, પણ બધું મેળવીને અહીં મૂકીને જવાનું ! માગેલું કેટલે વખત રહે ? વિવાહમાં માગેલું ઘરેણું કેટલા દિવસ રખાય? માગેલી વસ્તુના માલિક ન બનાય. માગેલાના માલિક ન બનાય. ઘરની ચીજના માલિક બનાય. કંચન, કામિની, કુટુમ્બ, કાયા સાંગિક માગેલી ચીજ છે તે આત્માની ચીજ નથી; જ્યારે માગેલી ચીજ છે, ત્યારે તે ન રહે, તેમાં. આશ્ચર્ય શું? કયી ચીજ સાથે રહે? પિતાની ચીજ હોય તે જ સાથે રહે. હંમેશાં માગેલી ચીજ ન રહે. હવે પિતાની ચીજ કઈ? પિતાની ચીજ સમજવી તેનું નામ સમકિત. પરની ચીજ પર તરીકે. પિતાની ચીજ પોતાના તરીકે સમજવી તે જ સમક્તિ. મેક્ષ પામે ત્યાં પણ તે માથે ! શરીરને સર્વથા નાશ થાય, મન, વચન કાયા, શ્વાસ, આયુ, નામ, ગેરાને નાશ થઈ જાય તે પણ એ ન ખસે. વરની શોભા માગેલું ઘરેણું રહે ત્યાં સુધી, માગેલું ઉતરી જાય. ચછી વર ઉઘાડે. મન, વચન, કાયા, આપણી દુનિયાની અપેક્ષાએ
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy