________________
૪. દુર્લભ મનુષ્યજીવનનો સદુપયેગ
[૨૫
આવે છે. ભૂખ, તરસી ગધેડી ધીમી ચાલે છે. પેલીને ઉતાવળે ચલાવવી છે. ડફણું મારે છે અને મેથી “ચાલ બેન, ચાલ કહે છે ! સામેથી આવનાર મનુષ્ય આ સાંભળી વિચારે છે કે આ શું? તેણે તેને ઊભી રાખી. “બેન, આ તું શા મુદાથી બોલે છે?” તેણીએ કહ્યું : “કારણ છે. હું માટી ઉતારી બજારમાં જઈશ, માએ ત્યાં વાસણો વેચવા ગોઠવ્યાં હશે, તે વાસણે લેવા માટે ઠાકેર–શેઠની છોકરીઓ, બેને આવશે. એક ઠામ લેવા માટે એકવીસ ઠામ ઊંચા નીચા કરશે. ટકેરા મારશે, કિમતમાં હું બે જ પૈસા કહીશ છતાં તે દેઢ પૈસે કહેશે. પાંચ પાઈ કરતાં કલાક કરશે. તે વખતે હું “રાંડ! કભારજા ! લેવું હોય તે લે, નહીં તે ચાલતી થા” તેમ કહું તે શું થાય ? માટે સ્વભાવમાંથી “રાંડ, કભારજા” શબ્દ જ કાઢી નાખે છે. ગમે તેવી ટંટાવાળી સ્થિતિમાં પણ આવું બોલું, પણ બીજા હલકા શબ્દો ન બોલું.” આનું નામ તેણે શબ્દને સ્વભાવથી સુધાર્યા.
તેમ આત્મા કોંધાદિક ઉપર કાબૂ મેળવવા સ્વભાવથી કષાયે પાતળા કરી નાખે, કૃત્રિમ નહીં. નુકશાનમાં મૂળનું નુકશાન થાય ત્યારે વ્યાજ પણ છોડી દઈએ છીએ. નુકશાનના ભયે ગુસ્સા ઉપર, ગુમાન, પ્રપંચ, લેભ ઉપર કાબૂ મેળવાય છે તેવા કાબૂથી મનુષ્યત્વ મળી ન જાય !
તે કયે કાબૂ મનુષ્યપણું આપે છે? ચારે કષાયે ઉપર કાબૂ મેળવાય, તે જ મનુષ્પણું મળે. કયે કાબૂ
કૂતર ડાંગ દેખી કરડવા ન આવે તે તે મનુષ્યપણું મેળવી લે ? ગુસ્સા ઉપર કાબૂ તે મેળવ્યું પણ તે નુકશાનના ભયે ક્રોધ ઉપર કાબૂ મેળવ્યું, તેથી મનુષ્યપણું ન મળી જાય. કેમ? સ્વભાવે અનર્થ થશે તે વિચારણા જ નહીં. ત્યારે સ્વભાવે જ માનસિકવિકાર ઉપર કાબૂ ધરવાનું થાય, તે જીવ આયંદે મનુષ્ય થઈ શકે માટે સમજે કે આપણને મળેલું મનુષ્યપણું કેટલું મુશ્કેલ છે ? તે મુશ્કેલી પસાર કરી ત્યારે જ મનુષ્ય થયા. અફીણનાં વ્યસનવાળાને લાડુ, પેંડે જમાડે પણ અફીણ ન મળે તો તેને બધું લૂખું—નકામું લાગે.
જેને જે ટેવ પડી હોય તે તેમાં જ મસ્ત રહે. તમે