________________
ર૪ ]
દેશના મહિમા દર્શન મનના વેગે જાનવરને પણ છે. જાનવરને લેભ, કોધ, ગુમાન નથી હોતા, તેમ નહિ. કોધાદિ ચારે માનસિક વિકારે જાનવરમાં પણ રહ્યા છે. બધામાં રહ્યા છે, પરંતુ જે આવતી જિંદગીમાં મનુષ્ય થનાર હોય તે જીવ તેની ઉપર કાબૂ ધરનાર હોય. તે કાબૂ કયા સ્વરૂપને ? વખત દેખી બધા કાબૂ ધરે છે રેટીવાળા રોટલો આપે એટલે કૂતરો પિતાના જીભ, પૂંછડું, ટાંટીઓ તાણે તે તેને પણ કરડતું નથી. કારણકે તે જીવાડનાર છે, રમાડનાર છે. બીજું કંઈ અડપલું કરે તો તેને કરડે. એક જગ્યાએ તેણે ગુસ્સો કબજામાં લીધે. સ્વાર્થસિદ્ધિ માટે, સ્વાર્થપષણ માટે જગતુ કોધાદિક ઉપર કાબૂ રાખે છે, પણ તેવા કાબૂથી મનુષ્યપણું ન મળે. સામો કલેકટર આવે, કલેકટરને ધકકો તમને વાગે, તમે “માફ કરજો કહે છે. માફી કલેકટરે માગવાની હતી પણ તેને એમ કહે છે? “મત બેલ માર ખાયગા, એટલે આપણે સામેથી માફી માગીએ.
ધર્મ–દેરાસરની વાત લે. ધર્મક્રિયાને અંગે લે. માફીના પ્રસંગે ગૂને છતાં હું કેમ માફી માગું ?' પહેલાં આપણે લેવા દેવા નથી. આપણને ધક્કો માર્યો છતાં સાહેબ, માફ કરજે, તે કાબૂ કયાં? સ્વાર્થને હાનિ પહોંચે તે ધારીને માફી ઉપરથી માગી.
દેસી વાણિયા દુકાન પર ઘરાકને માલ આપે, ભાવ કહે, “શેઠ, સાચું કહે, સાચું કહે,” ઘરાકે તેમ કહ્યું. તેને અર્થ શું? “તમે જૂઠા બેલે છે.” તેમ કહે છતાં આંખ લાલ ન થાય. આટલો ફેરફાર. કેમ ભાઈ, આમ કેમ ? આ ગુસ્સાનું દષ્ટાંત દીધું. તેમ માન, માયા, લેભમાં પણ સમજવું. સ્વાર્થસિદ્ધિ માટે દરેક કોધ ઉપર કાબૂ રાખે છે, પણ તેવા કાબૂથી મનુષ્યપણું ન મળે, સ્વભાવથી પાતળા કષાય હોય તે મનુષ્યપણું મળે. અમલદાર ઉપર કોધ કરતાં પહેલાં તેને ઉપરિ કાબૂ રાખે, તેમ ન્યૂનશક્તિવાળા સાથે પણ ક્રોધ ઉપર કાબૂ રાખ જોઈએ.
ચાલ બેન, ચાલ. સ્વભાવ માટે દષ્ટાંત: એક ગામમાં કુંભારણ રહે છે. જેઠ મહિનાનો વખત છે. ૧ર વાગ્યા છે. ગધેડી ઉપર માટી નાખી શહેરમાં